કોરોના સંક્રમણને રોકવા માટે લાગુ નિયમોને ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાયા

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોના વાયરસનાં વધતાં પ્રભાવને રોકવા માટે પહેલાથી લાગુ નિયમોને ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને તહેવારોની સીઝનમાં ભડ ભીડ એકત્ર ન થવા દેવાના આદેશ આપ્યા છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવશ્યકતા અનુસાર લૉકલ સ્તર પર પ્રતિબંધો લગાવવામાં આવે.
નોંધનીય છે કે ભારતમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસ મહામારીમાંથી થોડી રાહત મળી છે પરંતુ દક્ષિણનાં રાજ્યો જેમાં ખાસ કરીને કેરળમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં શનિવારે ૪૬,૭૫૯ નવા કોરોના કેસ નોંધાયા છે જ્યારે ૩૧,૩૭૪ દર્દીઓએ કોરોનાને મહાત પણ આપી છે, સાથે ૫૦૯ લોકોની સંક્રમણનાં કારણે મોત થઈ છે.
ચિંતાની વાત છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હવે વધી રહી છે, જે વધીને હાલ ૩.૫૯ થઈ ગઈ છે. ત્યાં જ અત્યાર સુધીમાં ૪,૩૭,૩૭૦ લોકોએ કોરોના વાયરસનાં કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.HS