જન-ધન યોજનાથી ભારતમાં વિકાસની ગતિ બદલાઈ: વડાપ્રધાન

નવીદિલ્હી, પ્રધાનમંત્રી જન-ધન યોજનાની સાતમી વર્ષગાંઠના પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ પહેલા ભારતમાં વિકાસની ગતિ બદલી છે એટલુ જ નહિ પરંતુ અગણિત ભારતીયો માટે નાણાકીય સમાવેશન અને ગરિમાપૂર્ણ જીવન સાથે સશક્તિકરણને સુનિશ્ચિત કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે જન-ધન યોજનાએ પારદર્શિતા લાવવામાં પણ મદદ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે હું એ સૌ લોકોના અથાગ પ્રયત્નોની પ્રશંસા કરવા માંગુ છુ જેમણે આ યોજનાને સફળ બનાવવા માટે કામ કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે આવા લોકોના પ્રયત્નોના કારણે જ એ સુનિશ્ચિત થઈ શક્યુ છે કે ભારતના નાગરિક આજે પોતાના સારા જીવનનુ નેતૃત્વ કરી રહ્યા છે. પીએમ મોદીએ જન-ધન યોજનાની સાતમી વર્ષગાંઠ પર ટિ્વટ કરીને કહ્યુ, ‘આજે જન-ધન યોજનાના સાત વર્ષ થઈ રહ્યા છે. એક એવી પહેલ જેણે ભારતના વિકાસની ગતિને હંમેશા માટે બદલી દીધી. આ યોજનામાં નાણાકીય સમાવેશન અને સમ્માનનુ જીવન સુનિશ્ચિત કરવા સાથે જ અગણિત ભારતીયોનુ સશક્તિકરણ કર્યુ છે. જન-ધન યોજનાએ પારદર્શિતાને મજબૂત કરવામાં પણ મદદ કરી છે.’
નાણામંત્રી ર્નિમલા સીતારમણે પણ કર્યુ ટિ્વટ પીએમ મોદી ઉપરાંત નાણામંત્રી ર્નિમલા સીતારમણે પણ જન-ધન યોજનાની સાતમી વર્ષગાંઠ પર કહ્યુ, એમજેડીવાયના કારણે છેલ્લા ૭ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં ઘણા સકારાત્મક ફેરફાર જાેવા મળ્યા છે. એક તરફ જાે કરોડો લોકોને મુખ્ય ધારા સાથે જાેડવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ દરેક ગરીબ સુધી સરકારી યોજનાઓનો સમયસર લાભ પહોંચાડ્યો છે.
ર્નિમલા સીતારમણે આ યોજનાના અમુક આંકડા પણ રજૂ કર્યા અને જણાવ્યુ કે જન-ધન યોજના હેઠળ આ સાત વર્ષોમાં ૪૩.૪૦ કરોડ લોકોના ખાતા ખોલવામાં આવ્યા છે. આમાં પણ ૫૫ ટકા અકાઉન્ટ તો એકલી મહિલાઓના ખોલવામાં આવ્યા છે. વળી, ૬૭ ટકા ગામ અને અંતરિયાણ વિસ્તારોમાં સક્રિય કરાવવામાં આવ્યા છે.HS