ભિલોડામાં જિલ્લા ફુટબોલ સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ)ભિલોડા, અરવલ્લી જીલ્લા રમત-ગમત અધિકારીની ક્ચેરીમોડાસા આયોજિત ખેલમહાકુંભ-૨૦૧૯ અંતર્ગત જિલ્લા કક્ષાની ભાઈઓની ફુટબોલ સ્પર્ધાનું પ્રારંભ એન.આર.એ વિદ્યાલય ભિલોડા ખાતે થયો. આજરોજ યોજાયેલ સ્પર્ધામાં અંડર-૧૭ અને અંડર-૧૪ ભાઈઓની કુલ ૩૧ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધા નિહાળતા મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અરવલ્લી જીલ્લા રમત-ગમત અધિકારી હર્ષાબેન જે.ડાકોર, જનસે સંઘ સંચાલક મંડળના કમલેશભાઈ મહેતા, ચિંતન જાશી, તેમજ સંજય ચૌધરી ઉપસ્થિત રહ્યા. સમગ્ર સ્પર્ધાનું સંચાલન જીલ્લા ફૂટબોલ કન્વીનર મુકેશબાઈ સી. ત્રિવેદીએ કર્યું હતું.