ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠાના ગામોની સીમમાં પૂરના પાણીથી ખેતીમાં વ્યાપક નુકશાન
(પ્રતિનિધિ)ભરૂચ, મુલદ ગોવાલી, માંડવા, ઉચેડીયા, રાણીપુરા, ઝઘડીયા, મોટાસાંજા, લીમોદરા, સુકવણા, કરાડ, અવિધા, જરસાડ, અશા, પાણેથા, ઈન્દોર વિગેરે ગામની સીમમાં નર્મદાના પાણી ફરી વળતા કેળ, કપાસ, શેરડીનો પાક પાણીમાં ગરકાવ ખેડૂતોને લાખ્ખો રૂપિયાનું નુકશાન ખેતરમાં ભરાયેલા પૂરના પાણીનો કોઈ નિકાલ ન થતા ખેતીમાં વ્યાપક નુકશાન થયું છે. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોની સીમમાં પુરના પાણી ફરી વળતા ઉભા પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું છે, મુલદ, ગોવાલી, માંડવા, ઉચેડીયા, રાણીપુરા, ઝઘડીયા, મોટાસાંજા, લીમોદરા, સુકવણા, કરાડ, અવિધા, જરસાડ, અશા, પાણેથા, ઈન્દોર વિગેરે ગામની સીમમાં ખેતરોમાં ભરાયેલા પુરના પાણીના કારણે કેળ, કપાસ, શેરડી, પપૈયા, શાકભાજીના પાકને નુકશાન થતા ખેડૂતો કપરી સ્થિતિમાં મુકાય ગયા છે.
સરદાર સરોવર માંથી નર્મદા નદીમાં પાણી છોડવાના કારણે નર્મદાની જળ સપાટીમાં વધારો થતા પૂરના પાણી કાંઠા વિસ્તારોમાં ફરી વળતા ભારે ખાના ખરાબી સર્જાય છે. ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના ગામોની સીમમાં ખેતરોમાં નર્મદાના પૂરના પાણી ફરી વળતા ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું છે.
ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં કેળ મુખ્ય પાક હોવાથી હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોએ કેળનું વાવેતર કર્યું છે. કેળ, કપાસ, શેરડીની સાથે પપૈયા, તેમજ શાક ભાજીનું પણ વાવેતર કર્યું છે. નર્મદા નદીમાં પાણી છોડવાના કારણે મુલદ ગોવાલી માંડવા, ઉચેડીયા, રાણીપુરા, ઝઘડીયા, મોટાસાંજા, લીમોદરા, સુકવણા, કરાડ, અવિધા, જરસાડ, અશા, પાણેથા, ઈન્દોર વિગેરે ગામની સહીતના કાંઠા વિસ્તારના ખેતરો માં પૂરના પાણી ભરાય જવાના કારણે ઉભો પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે.
નર્મદા નદીમાં અવાર નવાર પાણી છોડવામાં આવતા ખેતરોમાંથી પાણીનો કોઈ નિકાલ ન થતા કેળનો પાક પાણીમાં ડૂબી જતા વ્યાપક નુકશાન થવા પામ્યું છે. કેળની સાથે પપૈયા, શેરડી, કપાસ અને શાકભાજીના પાકમાં પણ પાણી ભરાય જવાના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.