મોબાઇલની જાહેરાતમાં ફરી રણબીર-કેટરીના સાથે દેખાશે
મુંબઇ, ક્યારેય લિવ ઇનમાં સાથે રહી ચુકેલા એક્સ પ્રેમી રણબીર કપુર અને કેટરીના કેફ વર્ષ ૨૦૧૬માં પોતાના બ્રેક અપ થયા બાદ ભારે ચર્ચામાં રહ્યા છે. જા કે મોડેથી બંને દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે તેમની વચ્ચે કોઇ સંબંધ નથી. ત્યારબાદ જગ્ગા જાસુસમાં સાથે પણ દેખાયા હતા. આજની તારીખમાં કોઇ પણ ઇવેન્ટમાં બંનેની વચ્ચે સારા સંબંધો દેખાઇ રહી છે. અલબત્ત તેમની વચ્ચે રોમેન્ટિક રિલેશનશિપનો અંત આવી ગયો છે પરંતુ ફેન્સ ઇચ્છે છે કે ટુંક સમયમાં જ બંને સાથે નજરે પડે. એમ માનવામાં આવે છે કે બંને ફરી એકવાર હવે સાથે નજરે પડનાર છે.
જો કે આ કોઇ ફિલ્મ નથી બલ્કે મોબાઇલની જાહેરાત છે. એમ પણ કહેવામાં આવે છે કે આ જાહેરાતમાં રેપર બાદશાહ પણ નજરે પડનાર છે. બીજી બાજુ વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો રણબીર કપુર હવે તેની આગામી ફિલ્મ બ્રહ્યા†માં નજરે પડનાર છે. જેમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, ડિમ્પલ કપાડિયા, નાર્ગાર્જન અને મૌની રોય નજરે પડનાર છે.
બીજી તરફ કેટરીના રોહિત શેટ્ટીની ફિલ્મમાં દેખાશે. કેટરીના કેફ રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સુર્યવંશીમાં નજરે પડનાર છે. અક્ષય કુમારની સાથે તે નજરે પડનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કોઇ સમય રણબીર કપુર અને કેટરીના કેફ એકબીજાના પ્રેમમાં હતા. સાથે સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. જા કે મોડેથી તેમની વચ્ચે કોઇ કારણસર સંબંધ તુટી ગયા હતા. હવે કેટરીના કેફ સિંગલ દેખાઇ રહી છે. જ્યારે રણબીર કપુર આલિયા ભટ્ટના પ્રેમમાં છે. રણબીર કપુર કેટરીના સાથે કામ કરવા ઇચ્છુક છે.