ટાઇગર અને શ્રદ્ધા કપુરની જોડી બાગી-૩માં ફરી હશે
મુંબઇ, ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપુરની સુપરહિટ જાડી ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહી છે. ફિલ્મ બાગી-૩ ફિલ્મમાં આ જાડી સાથે કામ કરી રહી છે. આ જાડી વર્ષ ૨૦૧૬માં આ સિરિઝનમી પ્રથમ ફિલ્મ બાગીમાં દેખાઇ હતી. ત્યારબાદ બાગી-૨ ફિલ્મ પણ બની હતી. જેમાં દિશા પટની નજરે પડી હતી. સિરિઝની ત્રીજી ફિલ્મમા ટાઇગર શ્રોફની સાથે રિતેશ દેશમુખ પણ જાવા મળનાર છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મ તમિળની એક સુપરહિટ ફિલ્મ વેત્તેઇની સત્તાવાર રીમેક ફિલ્મ છે. આ ફિલ્મમાં રિતેશ અને ટાઇગર સગા ભાઇના રોલમાં નજરે પડનાર છે. ફિમેલ લીડ રોલમાં શ્રદ્ધા કપુર કામ કરવા જઇ રહી છે.
સાજિદ નડિયાદવાળા દ્વારા એડેપ્શન માટે વેત્તેઇના અધિકારો મેળવી લીધા છે. આ તમિળ ફિલ્મમાં બે ભાઇ નજરે પડ્યા હતા. બંને ભાઇ એકબીજાથી બિલકુલ અલગ હોય છે. જા કે તેમના પોલીસ અધિકારી પિતાના મોત બાદ બંને સાથે મળીને તેમનો બદલો લેવાના પ્રયાસ કરે છે. ફિલ્મની પટકથા જારદાર રીતે તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મમાં જારદાર એક્શન સીન રાખવામાં આવ્યા છે. ટાઇગર અને શ્રદ્ધા કપુરની જાડી પહેલા પણ ધુમ મચાવી ચુકી છે.
હવે ફરી એકવાર સુપર હિટ થવા માટે તૈયાર છે. શ્રદ્ધા કપુર હાલમાં સૌથી વધારે લોકપ્રિય સ્ટાર પૈકી છે. તે હાલમાં પ્રભાસ સાથે સાહોમાં દેખાઇ હતી. ઉપરાંત તે છિછોરેમાં પણ હાલમાં નજરે પડી ચુકી છે. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી.