નમામિ દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે રીવરફ્રન્ટ ખાતે મહાઆરતીનું આયોજન
અમદાવાદ, ગુજરાતી જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી ૪૦ વર્ષમાં પ્રથમવાર તેની સર્વાેચ્ય પાટી ૧૩૮ મીટરને પાર કરીને હાલમાં ૧૩૮.૬૮ મીટરે ઓવરફ્લો થઈ છે. જેની ઉજવણી ગુજરાતભરમાં નમામિ દેવી નર્મદેના કાર્યક્રમ દ્વારા કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા પણ નર્મદા નીરના વધામણાના વિવિધ કાર્યક્રમોનું આયોજન તા.૧૭-૯-૧૯ના રોજ સ્પતર્ષિનો આરો, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે.
નર્મદા ડેમ સંપૂર્ણ પણે ભરાવાથી ગુજરાતભરમાં આગામી ૨ વર્ષ સુધી પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી શકાશે. સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં હજારોની સંખ્યામાં લોકો ઉત્સાહભેર જાડાઈ સાબરમતી નદીને સ્વચ્છ કરી છે.
સ્વચ્છ થયેલ સામરમતી નદીને નર્મદાના નિર્મળ જળથી ભરવામાં આવશે. શહેરને અંદાજે ૧૨૦૦ એમ.એલ.ડી.જેટલું પાણી દૈનિક ધોરણે નિયમિત પણે પુરતા પ્રમાણમાં મળવાપાત્ર થશે.
અમદાવાદના મેયર બીજલ પટેલ, પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (સુરેન્દ્ર કાકા), ધારાસભ્યશ્રીઓ, સંતશ્રીઓની ઉપસ્થિતિમાં નર્મદા નીરના વધામણા કર્યા તથા પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા “સેવા સપ્તાહ” અંતર્ગત વૃક્ષારોપણ કર્યું.
અમદાવાદ શહેરનાં પશ્ચિમ વિસ્તારના તળાવોનું ઈન્ટરલિંકીગ થયેલ હોવાથી તે તમામ તળાવો નર્મદાના પાણીથી ભરી શકાશે. પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલમાં નર્મદાનું પાણી મેળવી વટવા, ઘોડાસર અને ચંડોળા તળાવ પણ ભરવામાં આવે છે. વધુમાં, ભૂગર્ભ જળસ્તર ઉંચુ આવશે અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન કનેક્ટેડ બોરવેલનો વપરાશ પણ ઘટાડી શકાશે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોટર્સ એડવેન્ચર્સનું નિદર્શન પણ કરવામાં આવશે. જેમાં, પાણી પર ખુબ ઝડપથી પસાર થઈ શકે તેવી ૨ એર બોટ અને ૨ જેટ-સ્કી, ૧૦ અલગ અલગ રેસ્ક્યુ બોટ, પાણીમાં ઉંડે ઉતરવા માટે સ્કુબા ડાઈવીંગ તથા ૪ રોઈંગ બોટ વિગેરેનું નિદર્શન કરવામાં આવશે.