કનૈયા આલા રે…. આલા …મૈયા મોરી મે નહી માખણ ખાયો

શ્રાવણ વદ આઠમ… જન્માષ્ટમી… ગોકુલાષ્ટમી… મથુરાના કારાવાસમાં બરાબર રાત્રિના બાર વાગે માતા દેવકીજીનો કુખે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો.. ત્યારથી વર્ષોથી પરંપરા મુજબ પુરા ભારતમાં વર્ષમાં જન્માષ્ટમી પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ભગવાન કૃષ્ણ ની બાળ લીલા ખૂબ જ મનમોહક બની રહી છે
આજે પણ માતા પોતાના લાડલા ને “રાધા.. અને કાન ” વસ્ત્રો પરિધાન ગ્રહણ કરી કનૈયા બનાવી આનંદ મેળવે છે બાળકોનો લાડલો કાનો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.