Western Times News

Gujarati News

રાજ્યભરમાં જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરાઈ

અમદાવાદ, રવિવારે કૃષ્ણજન્માષ્ટીએ રાત્રે બાર વાગ્યે અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરમાં કૃષ્ણજન્મનો તહેવાર ઉત્સાહ ભેર ઉજવાયો હતો. રાત્રેબારના ટકોરે જગન્નાથ મંદિરમાં ભક્તો, શ્રદ્ધાળુઓએ હર્ષભેર નંદલાલાના વધામણા કર્યા હતા. મંદિરમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે..જેવા નાદ ગુંજી ગુંજવા લાગ્યો હતો. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિર ખાતે જન્માષ્ટમીનો ભારે હર્ષોલ્લાસ સાથે કૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવી હતી.

કૃષ્ણજન્મ બાદ મંદિરના મહંતે લાલાની આરતી ઉતારી હતી. આ સમયે મંદિરમાં હાજર ભક્તો નંદલાલાના વધામણામાં જુમી ઉઠ્‌યા હતા. લાલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. ભક્તોના ચહેરા ઉપર લાલાના જન્મની ખુશી છલકાઈ રહી હતી. લોકો નંદલાલાની ભક્તીમાં ગળાડૂબ થયા હતા.

કૃષ્ણજન્મ નિમિત્તે આખા મંદિરને દુલ્હનની જેમ સણગારવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરમાં પોલીસ બંદોબસ્ત સાથે કૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન થાય એવો પ્રયત્નો મંદિર દ્વારા કરવામાં આવ્યો હતો. જાેકે, ભક્તોની ભીડમાં કોરોના નિયમનું પાલન જાેવા મળ્યું નહતું.

આ ઉપરાંત જન્માષ્ટમીના પાવન પર્વના દિવસે રાજ્યભરનાં કૃષ્ણ મંદિરમાં કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિસરોમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે.જેવા નાદ ગુંજી ઉઠ્‌યા હતા.

ડાકોર મંદિર દ્વારકા મંદિરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓએ શ્રી કૃષ્ણનાં દર્શન કર્યા હતા. કોરોનાના કારણે ગયા વર્ષે દર્શનાર્થીઓ માટે દર્શન વ્યવસ્થા બંધ રહી હતી. જેથી આ વર્ષે પ્રશાસન દ્વારા પરવાનગી મળતા મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને ઉજવવામાં આવી રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.