Western Times News

Gujarati News

બેંગલુરુમાં ભયાનક કાર અકસ્માતમાં ૭ લોકોના મોત

બેંગલુરુ, મેગા સિટીઝમાં ઓવરસ્પીડ કારની સમસ્યા સડકો પર વધતી જાય છે. કડક નિયમો હોવા છતાં મોંઘીદાટ કાર લઈને ફરતા નબીરાઓ કોઈને ગાંઠતા નથી. તમામ નિયમો નેવે મૂકીને ગાડી ચલાવતા આ શોખીનોના કારણે બીજા સામાન્ય માણસોએ જીવ ગુમાવવા પડે છે. પરંતુ બેંગલોરમાં એક ઘટના બની હતી જેમાં કાર થાંભલા સાથે ટકરાતાં તેમા જ બેસેલા સાત લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી મળી રહી છે.

આવી જ એક ઘટના ટેક સિટી બેંગલોરમાં બની હતી. મળેલી જાણકારી મુજબ એક ઓવરસ્પીડ ઓડી કાર દ્વારા એક ઝાડને ટક્કર મારવામાં આવી હતી. આ ઘટનામાં સાત લોકોનાં મૃત્યુ થયા હતા. કાર ઓડી જેવી મોંઘી કાર હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું અને સાથે તેની ઝડપ પણ સામાન્ય શહેરી સ્પીડ કરતાં ખૂબ વધારે હોવાના કારણે આવું બન્યું હતું પરંતુ ઝડપની આ મજા બીજા સાત લોકો માટે સજા બની હતી અને સમગ્ર ઘટનામાં સાત લોકોનો ભોગ લેવાયો હતો.

જાે કે કારમાં સવાર સાતેય લોકોની ઉંમર ૨૦ થી ૩૦ વચ્ચે હોવાનું જાણવા મળ્યું હતું. અટકળો મુજબ કાર ઝાડ સાથે નહીં પરંતુ વીજળીના થાંભલા સાથે અથડાઇ હોવાનું બહાર આવ્યું હતું. અથડામણમાં કારનો ખુરદો બોલી ગયો હતો અને સવાર સાતેય યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. કાર ઓડી કયુ સેવેન હોવાની માહિતી મળી રહી છે જે આમાંથી જ કોઈ વ્યક્તિની હોવાની સંભાવના છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.