છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના ૩૧ હજાર જેટલા નવા કેસ

Files Photo
નવીદિલ્હી, દક્ષિણ ભારતમાં કોરોનાના જે રીતે કેસ વધતા હતા તેને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જાે કે આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડામાં ધરખમ ઘટાડો જાેવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના ૩૧ હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. ગઈ કાલે નવા ૪૩ હજાર જેટલા કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૩૦,૯૪૧ કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોનાના ૪૨,૯૦૯ દર્દીઓ નોંધાયા હતા. જે જાેતા નવા કેસમાં ધરખમ ઘટાડો જાેવા મળ્યો છે. એક દિવસમાં ૩૬,૨૭૫ દર્દીઓ રિકવર પણ થયા છે.
સરકારી આંકડા મુજબ દેશભરમાં કોરોનાથી ૩૫૦ દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૪,૩૮,૫૬૦ પર પહોંચ્યો છે. હાલ દેશમાં ૩,૭૦,૬૪૦ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના ૬૪,૦૫, ૨૮,૬૪૪ ડોઝ આપવામાં આવ્યા છે. કેરળમાં પણ નવા કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૧૯,૬૨૨ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૧૩૨ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.HS