મુંબઈમાં બાળકો-ટીનેજર્સમાં કોરોનાના કેસમાં જંગી વધારો
મુંબઈ, દેશમાં કોરોના વાયરસના બીજી લહેરની અસર લગભગ સમાપ્ત થઈ રહી છે. થાડો સમયની રાહત બાદ ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ છે. નિષ્ણાતોએ કહ્યું છે કે, ત્રીજી લહેરની વધુ અસર બાળકો પર જાેવા મળશે. આંકડાઓ તેની પુષ્ટિ કરે છે. દરમિયાન, એવા સમાચાર છે કે મુંબઈમાં એક અઠવાડિયામાં લગભગ ૪૦ બાળકો કોરોના પોઝિટિવ મળ્યા છે.
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર દસ્તક દેવા લાગી છે. આ વખતે કોરોનાની સૌથી વધુ અસર બાળકો અને યુવાનો પર જાેવા મળી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારી કેવી છે.
રાજધાની માનખુર્દમાં ચેમ્બુર ચિલ્ડ્રન હોમમાં ૧૦ થી ૧૮ વર્ષની વયના ૧૮ બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતા. અહીં કુલ ૧૦૨ બાળકો રહે છે. મુંબઈમાં કોવિડની પહેલી લહેરમાં કુલ દર્દીઓમાં ૫.૬ % બાળકો અને ૧૯ વર્ષથી ઓછી વયના હતા. હાલમાં, આ દર લગભગ બમણો થઈ ગયો છે એટલે કે મુંબઈમાં ૧૦.૮ % બાળકો અને યુવાનો સંક્રમિત છે. જૂનમાં, ૧૩ % બાળકો અને યુવાનો કોવિડથી પ્રભાવિત થયા હતા.
એક તરફ અનલોકનું દબાણ અને બીજી તરફ તહેવારોની સિઝનમાં કોરોનાની ત્રીજી લહેરનો ડર દરેકને સતાવી રહ્યો છે. આ મહિનાની વાત કરીએ તો, ૨૧ થી ૨૮ ઓગસ્ટ સુધી, મુંબઈમાં ૧૯ વર્ષથી ઓછી ઉંમરના ૨૪૭ બાળકો અને કિશોરો કોરોનાથી પ્રભાવિત થયા છે. તેમાંથી ૬૫ બાળકોની ઉંમર ૯ વર્ષથી ઓછી છે. તે જ સમયે, ઓગસ્ટના પહેલા ૨૦ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના ૮૦૪૧ કેસ નોંધાયા હતા, જેમાંથી ૫૦૮ એટલે કે ૯.૨ % બાળકો કોરોના પોઝિટિવ હતા.
વસ્તી ગણતરી મુજબ, મુંબઈની ૨૯ % વસ્તી ૧૯ વર્ષથી ઓછી વયની છે અને આ વખતે આ વય જૂથમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.SSS