અંબાજી ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, પાણી પાણી બન્યું અંબાજી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/ambaji1-1024x563.png)
(ઉમેશ ઠાકોર, અંબાજી) શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું જગતજનની માં અંબા નુ ધામ છે. હાલમાં ચોમાસા ની સીઝન હોઈ અંબાજી ખાતે ઘણાં સમય બાદ મેઘરાજા મહેરબાન થયા હતા
અને થોડાક સમયમાં તો અંબાજી ગામ પાણી પાણી થઇ ગયું હતું અને બજારમાં ઊભેલી બાઇક પણ તણાવા લાગી હતી અને વિવિઘ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આ સીઝન નો સૌથી સારો વરસાદ આજે પડ્યો હતો અને લગભગ 3 ઇંચ જેટલો વરસાદ આવ્યો હતો.
અંબાજી ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારના હાઇવે માર્ગ બેટ મા ફેરવાયો હતો, અહી કેટલીય ગાડીઓ પાણી મા ફસાઈ ગઈ હતી.
આ સિવાય અંબાજી ના આઠ નંબર વિસ્તારમાં આવેલા કેટલાક ઘરો મા પણ પાણી ઘૂસ્યા હતા. અંબાજી શક્તિધારા સોસાયટી મા પણ પાણી પાણી જોવાં મળ્યું હતું. અંબાજી ના બજારોમાં ભારે પાણી વહી રહયું હતું. અંબાજી ખાતે ભગવતી ફ્લેટ નીચે અંબાજી નુ વહી ગયેલું પાણી ભરાઇ ગયું હતું. અંબાજી આસપાસ ના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.