શ્રીલંકામાં આર્થિક સંકટ! ટુથબ્રસ, સ્ટ્રોબેરીના આયાત પર રોક

કોલંબો, શ્રીલંકા ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાએ ખાદ્ય સંકટને લઇ ઇમર્જન્સી ઘોષિત કરી દીધી છે. સરકાર પહેલાથી જ ઘણીં વસ્તુની આયાત પર રોક લગાવી દીધી હતી તો શ્રીલંકામાં ખાણી-પીણીની વસ્તુઓનો સ્ટોક કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગોટાબલાએ ખાંડ, ચોખા અને અન્ય જરૂરી ખાદ્ય પદાર્થોની જમાખોરી રોકવા માટે નવા નિયમ લાગુ કરવાનો નિર્દેશ કર્યો છે.
શ્રીલંકા વિદેશી મુદ્રા ભંડારમાં તેજીથી વધતી અછતને લઇ કૃષિ રસાયણો, કારો અને પોતાના મુખ્ય મસાલાઓ હળદરની આયાત પર પહેલા જ ઘટાડી ચુક્યા છે. કોરોના વાયરસ મહામારીમાંથી નીકળવા માટે સંઘર્ષ વચ્ચે શ્રીલંકા પોતાના ભારી દેવાને ચૂકવવા સંઘર્ષ કરી રહ્યું છે. શ્રીલંકાને વેપારમાં નુકસાનને ઓછું કરવા માટે ટુથબ્રસ, સ્ટ્રોબેરી, સરકો, વેટ વાઈપ્સ અને ખાંડ સહીત વિદેશથી આવનારી વસ્તુ પર પ્રતિબંધ મૂકી દીધો છે આ વિશેષ લાઇસસિંગ વ્યવસ્થા પણ લાગુ કરી દીધી છે.
મીડિયા અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ ગોટાબયા રાજપક્ષે ડાંગર, ચોખા, ખાંડ અને અન્ય ઉપભોક્તા સામાનના પુરવઠાના સંકલન માટે આવશ્યક સેવાઓના કમિશનર જનરલ તરીકે એક ઉચ્ચ સૈન્ય અધિકારીની નિમણૂક કરી છે. ખાંડ, ચોખા, ડુંગળી અને બટાકાની કિંમતોમાં તીવ્ર વધારો થયા બાદ કટોકટીની જાહેરાત કરવામાં આવી છે.
જ્યારે શ્રીલંકામાં દૂધના પાવડર, કેરોસીન અને એલપીજીની અછતને કારણે દુકાનોની બહાર લાંબી કતારો લાગી છે.ખરેખર, શ્રીલંકાની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસન ઉદ્યોગ છે, પરંતુ કોરોના મહામારી દરમિયાન પર્યટનને ગ્રહણ લાગ્યું હતું. શ્રીલંકામાં, આ ક્ષેત્ર સામાન્ય રીતે ૩૦ લાખથી વધુ લોકોને રોજગારી આપે છે અને જીડીપીના પાંચ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. કોરોનાને કારણે પ્રવાસન ઉદ્યોગ બંધ થવાના કારણે શ્રીલંકાએ પણ મોટી માત્રામાં વિદેશી દેવું લીધું છે.HS