Western Times News

Gujarati News

આસામમાં નાઇટ કર્ફ્‌યુ, નવી કોરોના ગાઈડ લાઈન જારી કરાઈ!

ગોવાહાટી, આસામ સરકારે બુધવારે કોરોના વાયરસને લઈને તમામ જિલ્લાઓમાં રાત્રે ૯ થી સવારે ૫ વાગ્યા સુધી રાત્રી કર્ફ્‌યુની જાહેરાત કરી છે. તાજેતરની માર્ગદર્શિકામાં રાજ્ય સરકારે કહ્યું છે કે પ્રતિબંધો આજ ૧ સપ્ટેમ્બરથી અમલમાં આવશે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે.

રાજ્ય સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જાે કોઈ પણ વિસ્તારમાં છેલ્લા ૭ દિવસમાં કોવિડના પોઝિટિવ કેસ ૧૦ થી વધુ સુધી પહોંચે છે તો અધિકારક્ષેત્ર ધરાવતા ડીએમ આવા વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે સૂચિત કરશે અને કોવિડ માટે જરૂરી નિયંત્રણના પગલાં સુનિશ્ચિત કરવામાં આવશે.

આવા વિસ્તારોમાં ઈમરજન્સી સેવાઓ ચોવીસ કલાક ચાલુ રહેશે અને કરિયાણા, ફળો અને શાકભાજી, ડેરી અને દૂધ, પશુ આહાર સહિતની આવશ્યક સેવાઓ રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લી રહેશે કચેરીઓ, વ્યાપારી મથકો અને ઉદ્યોગોને રાત્રે ૮ વાગ્યા પછી ખુલ્લા ન રાખવા કહેવામાં આવ્યું છે.

રેસ્ટોરન્ટ અને ભોજનશાળાઓને ૫૦ ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખવા અને રાત્રે ૮ વાગ્યે બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. આદેશ અનુસાર નિર્ધારિત સમય પછી ટેક અવેને પણ મંજૂરી આપવામાં આવી નથી. સરકારે કેટલીક છૂટછાટો પણ આપી છે, જેમાં ઓટો રિક્ષાઓ, સાયકલ રિક્ષાઓ અને ટેક્સીઓને ૧૦૦ ટકા બેઠક ક્ષમતા સાથે ચલાવવા અને રસીના ઓછામાં ઓછા એક ડોઝ સાથે મુસાફરોને યોગ્ય વર્તનને અનુસરવા કહેવા આવ્યુ છે.

આંતર-જિલ્લા પરિવહનની મંજૂરી છે, પરંતુ ઉભા મુસાફરોને મંજૂરી આપનારા ડ્રાઇવરોને દંડ કરાશે. આવા મુસાફરોને પણ દંડ કરવામાં આવશે. આસામના આરોગ્ય મંત્રી કેશવ મહંતે જણાવ્યું કે, કોવિડ-૧૯ ની સ્થિતિમાં સુધારાને જાેતા રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકામાં ઘણી છૂટછાટ આપી છે. તેમણે ટિ્‌વટર પર લખ્યું કે, લોકોને રસીના બંને ડોઝ મેળવવા અને કોવિડ-૧૯ પ્રોટોકોલનું સખત પાલન કરવા વિનંતી કરો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.