અમદાવાદના બોપલમાં પરિવારને બંધક બનાવી લૂંટ
અમદાવાદ, શહેરના શેલા બોપલ વિસ્તારમાં આવેલા સ્કાય સીટી ટાઉનશીપમાં લૂંટની ઘટના સામે આવી છે. સ્કાય સીટી ટાઉનશીપની અંદર આવેલ ARCUS સોસાયટીના બંગલા નંબર ૯૮માં લૂંટારુઓએ બંગલામાં ઘૂસી લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.
સ્કાય સીટીના ARCUS સોસાયટીના બંગલા નંબર ૯૮ માં ગત રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે પરિવારનાં સભ્યો ઘોર નિદ્રામાં હતા તે વખતે ચાર જેટલા શખ્સો બંગલાની દીવાલ પ્રવેશ કર્યો હતો.
બંગલામાં પ્રવેશ કરવા માટે કોઈ જગ્યા ન મળતાં લૂંટારુએ લોખંડની જાળીનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો. જાેકે પરિવારને જાણ થતાં બેટરી કરીને જાેતા લૂંટારુઓએ હથિયાર બતાવીને પહેરેલા દાગીના પડાવી લીધા હતા.
ધમકી આપીને લૂંટારાઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ હતી.
જાેકે લુંટારુઓની લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ લૂંટ કરવા માટે ગાડી લઇને આવ્યા હતા.
હાથમાં આઇ વોચ પણ પહેરી હોવાની સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. લૂંટ કરનાર તમામ આરોપીઓ ૨૫ થી ૩૯ વર્ષની ઉંમરનાં હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.
લૂંટ કરનાર આરોપીઓના સીસીટીવી જાેતા કોઈ ગેંગનાં સભ્યો ન હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, બોપલ વિસ્તારમાં ૨ મહિનામાં ફરી એક વખત આવા પ્રકારની લૂંટની ઘટના સામે આવી છે.
હાલ તો પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ શેલા બોપલમાં બનેલી આ ઘટનાને પગલે ફરી એક વખત પોલીસના રાત્રી પેટ્રોલિંગની સામે સવાલો ઉભા થઇ રહયા છે.
જાેકે આ ચોરી સહીત લૂંટના ગુનાના આરોપીઓને શોધી નાખવા માટે એલસીબી અને એસઓજી તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટિમો કામે લાગી ચૂકી છે. જાેવું એ રહ્યું કે કેટલી જલ્દી પોલીસ આરોપીઓને પકડવામાં સફળ નીવડે છે.HS