અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી. મોદીએ રાજીનામું આપ્યું
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઘાતક કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલમાં મહત્વની ફરજ બજાવનાર હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી. મોદીએ રાજીનામું આપ્યું છે. બીજી તરફ જે.વી. મોદીના રાજીનામાને સરકારે મંજૂર કર્યુ છે.. અને આજે પોતાના ફરજ પરના અંતિમ દિવસે તેઓએ જીએસટીવી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેઓએ સિવિલ હોસ્પિટલને પોતાની મા સમાન ગણાવી હતી.અને તેમણે કરેલી કામગીરીને યાદ કરી હતી.
તેઓએ કહ્યુ કે, સિવિલ હોસ્પિટલમાં અનેક પડકારો ઝીલ્યા છે..અને હું પડકારોથી હારનારો માણસ નથી..કોરોનાકાળને યાદ કરતા તેમણે કહ્યુ કે સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનએ સૌથી મોટો પડકાર હતો. તેમણે પોતાના રાજીનામું અંગે વાત કરતા કહ્યુ કે, મારા અંગતકારણોસર રાજીનામુ આપુ છે. મારો વિલ પાવર મજબૂત છે,હું પડકારો સામે લડનારો માણસ છું.HS