અલ્પિતા ચૌધરીએ મંદિરમાં આંખ મારતો વીડિયો બનાવ્યો

મહેસાણા, ટીકટોક વીડિયો બનાવીને ચર્ચામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ ફરી એકવાર નિયમો તોડ્યા છે. અલ્પિતા ચૌધરીએ બહુચરાજી મંદિરમાં રિલ્સ બનાવી અને ઇન્સ્ટાગ્રામ પર મૂકતા વિવાદ છંછેડાયો છે.
ટીકટોક વીડીયો માટે અગાઉ અલ્પિતાને સસ્પેન્ડ કરાઈ હતી. ત્યારે તેણે ચાલુ ડ્યુટીમાં પોલીસનો યુનિફોર્મ પહેરીને બહુચરાજી મંદિરના પ્રાંગણમાં બોલિવૂડના સોંગ પર વીડિયો બનાવ્યા છે. બેફામ મહિલા પોલીસકર્મીની હરકતો પોલીસ વિભાગમાં ચર્ચાસ્પદ બની છે. રિવોલ્વર સાચી છે કે ખોટી તે મામલે પુષ્ટિ નથી થઈ.
પરંતુ મોટી સંખ્યામાં અલ્પિતાના ફોલોવર્સ આ લાઈવ વીડિયોમાં જાેડાયા હતા. ત્યારે સવાલ એ છે કે, એક પોલીસ કર્મીને આ પ્રકારે લાઈવ વીડિયોમાં રિવોલ્વર બતાવી કેટલા અંશે યોગ્ય? વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ વધુ એક વખત નિયમ નેવે મૂક્યા છે. અગાઉ પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવનાર અલ્પિતાને સસ્પેન્ડ કરાઈ હતી.
હાલ અલ્પિતાને બહુચરાજીમાં ડ્યુટી સોંપાઈ હતી. બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મૂકાયેલી અલ્પિતા ચૌધરીએ રિલ્સ બનાવી પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર મૂક્યા છે. અલ્પિતએ પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે ઈન્સ્ટા રિલ્સ બનાવ્યા છે. વધુ એકવાર અલ્પિતાએ ચાલુ ડ્યુટી પર વીડિયો બનાવ્યો છે. અલ્પિતાએ ફેમ મેળવવા ન તો મંદિરની ગરિમા સાંભળી, ન તો ખાખી વર્દીની ગરિમા સાચવી. તેણે બોલિવુડ ગીતો પર મંદિરના કેમ્પસમાં જ વીડિયો બનાવીને અપલોડ કર્યા.
અગાઉ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડિઓ બનાવવા મામલે અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરાઈ હતી. ત્યારે વધુ એક વખત અલ્પિતા ચૌધરીએ ચાલુ ફરજે વીડિયો બનાવ્યા છે. એટલુ જ નહિ, વીડિયો બનાવ્યા બાદ તે મંદિરના પ્રાંગણથી જ સોશિયલ મીડિયા પર લાઈવ થઈ હતી. વીડિયોમાં અલ્પિતા ચૌધરી સાથે અન્ય શખ્સ પણ દેખાયો.
ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમ્યાન તે મિત્રો સાથે વાત કરતી દેખાઈ. વીડિયોમાં અન્ય શખ્સ પિસ્તોલ બતાવી રહ્યો છે. અલ્પિતા ચૌધરીને હાલ બહુચરાજી મંદિરમાં નોકરી સોંપાઈ છે. સવારે ૯ થી ૧ અને ત્યારબાદ ૧ થી ૨ રિશેષ અને ૨ વાગ્યાથી ૬ વાગ્યા સુધી મંદિરમાં ડ્યુટી સોંપાઈ છે.
બહુચરાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની તપાસમાં અલ્પિતા ગેરહાજરી જાેવા મળી. તો બીજી તરફ, તે મંદિરમાં વીડિયો બનાવતી દેખાઈ. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા સ્ટેશન ડાયરીમાં ગેરહાજરી બાબતે નોંધ કરાઈ. મહિલા પોલીસ કર્મી દ્વારા મંદિરમાં વીડિયો બનાવવાનો મુદ્દે મહેસાણા નાયબ કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળાએ જણાવ્યું કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. તપાસ બાદ જરૂર પડ્યે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.SSS