Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીએે નર્મદા ડેમના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી

ડેમના ર૩ દરવાજા ખોલાયાઃ ૪.૮૦ લાખ ક્યુસેક પાણીની જાવક

(પ્રતિનિધિ) અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવેલા છે ત્યારે નર્મદા ડેમ ઈતિહાસમાં સૌ પ્રથમવાર ૧૩૮ મીટરની સપાટીએ પહોંચતા જ માતા નર્મદાના નીરના વડાપ્રધાન મોદીએ વેદીક મંત્રોચાર વચ્ચે વધામણા કર્યાં હતા નર્મદા સાઈટ પર તેમણે આજે સૌથી વધુ સમય વિતાવ્યો હતો આ સ્થળ પર ઠેરઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા તે પણ મોદીએ નિહાળ્યા હતા નર્મદાના નીરના વધામણા કર્યાં બાદ તેઓ સીધા જ નર્મદા ડેમના કંટ્રોલ રૂમમાં પહોંચી ગયા હતા અને ત્યાં ઉપÂસ્થત અધિકારીઓએ સંપૂર્ણ વિગતો જણાવી હતી.

નર્મદા નીર ના વધામણા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમની સાઈટ પર વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી આ તમામ સ્થળોની મુલાકાત બાદ તેમણે ગરૂડેશ્વર મંદિરમાં શીશ ઝુકાવી ભગવાનના આર્શિવાદ લીધા હતા જાકે તે પહેલા તેમણે ડેમ સાઈટની મુલાકાત દરમિયાન રાજયના વિવિધ સંગઠનો દ્વારા આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા

આ ઉપરાંત તેમણે ખાસ ડેમ સાઈટ પર પતરાળા બનાવવાની આદિવાસીઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ સમગ્ર કામગીરી નિહાળી વડાપ્રધાન મોદીએ પતરાળા બનાવતા શ્રમિકો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમમાં નીર ના વધામણા કર્યાં ત્યારે ડેમના ર૩ દરવાજા ખોલી નંખાયા હતા અને તેમાંથી ૪.૮૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે આ અદ્‌ભુત નજારો જાઈ વડાપ્રધાન મોદી ભાવવિભોર બની ગયા હતાં તેમણે ત્યારબાદ નર્મદા ડેમના કંટ્રોલ રૂમમાં પહોંચી જઈ આ ઐતિહાસિક ક્ષણની વિગતો મેળવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુખ્યત્વે તેમના નર્મદા સાઈટ પરના કાર્યક્રમોમાં વ્યસ્ત જાવા મળ્યા હતા જાણવા મળ્યા મુજબ સવારે તેઓ માતા હિરાબાને મળવા પણ પહોંચી શકયા નહતા. ચર્ચા મુજબ તેઓ બપોરે માતા ના આર્શિવાદ લેવા જાય તેવી શકયતા છે જાકે આ અંગે સત્તાવાર કોઈ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી. નર્મદા સાઈટની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી નજીકમાં જ આયોજીત જંગી જાહેરસભાના સ્થળ પર પહોંચ્યા ત્યારે ઉપÂસ્થત હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.