Western Times News

Gujarati News

કમલમ (ડ્રેગન ફ્રુટ) ઔષધિય ગુણધર્મો તેમજ એન્ટી ઓક્સીડન્ટ ગુણધર્મો યુક્ત

કમલમ ફળની લોકપ્રિયતા મુખ્યત્વે તેના આકર્ષક દેખાવ તથા તેના પૌષકતત્વો,ઔષધિય તેમજ એન્ટી ઓક્સીડન્ટ ગુણધર્મોને કારણે છે. તેમાં વિટામિન્સ અને મીનરલ્સ વધુ માત્રામાં છે. અને મનુષ્યની પાચન શક્તિમાં સુધારો કરે છે. કમલમ ફળોના સેવનથી કેન્સર, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ નિયંત્રણમાં રહે છે.

ફળ ઉપરાંત તેના બીજ પણ પોષક તત્વો ધરાવે છે જેમાં સારા પ્રમાણમાં વિટામીન- E અને જરૂરી ફેટીએસીડ્સ હોય છે. ફળોનો આકર્ષક રંગ તેમાં હાજર બેટાલીન અને બીટાસાયનીનતત્વોને કારણે હોય છે.

કમલમ (ડ્રેગનફ્રુટ) એક બારમાસી, માવાવાળુ વેલા પ્રકારનું કેકટસ પ્રજાતિનું ફળ પાક છે, તેને પીતાયા પણ કહેવામાં આવે છે. તેનું મુખ્યત્વે વાવેતર વિયેતનામ,થાઈલેન્ડ, મલેશિયા અને અને શ્રીલંકામાં થાય છે. અને ભારતમાં તેની જરૂરિયાતના ૮૦% ફળ આયાત થાય છે.

કમલમ ફ્રુટ સૂકા પ્રદેશ ગરમી અને નબળી જમીનમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. આથી ભારતમાં પણ તેના વાવેતરની શરુઆત થયેલ છે. કમલમ ફ્રુટ સૂકા પ્રદેશ ગરમી અને નબળી જમીનમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. ભારતમાં મુખ્યત્વે, ગુજરાત, કર્ણાટકા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તથા તમિલનાડુના ખેડૂતો કરી રહ્યા છે.

રાજયમાં આ ફળનું વાવેતર ખુબ તેજીથી શરૂ થયેલ છે. તેના સ્વાદ, પોષણ અને ઔષધિય ગુણધર્મોને લીધે તેની ખૂબ સારી માંગ રહે છે. આ ફળ પણ ગલ્ફ યુરોપિયન જેવા દેશોમાં નિકાસ માટે એક યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે.

રાજયના સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં પાછલા પાંચ – છ  વર્ષોથી તેના વાવેતરની શરુઆત થયેલ છે. તેની સફળતા ધ્યાને લઇ રાજયમાં તેનું વાવેતર ઉત્તરોત્તર વધતું જાય છે. કચ્છ, જામનગર, બાનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ જીલ્લાઓમાં તેનું વાવેતર સારાએવા પ્રમાણમાં છે.  આમ છતાં વધતા ઓછા પ્રમાણમાં રાજયના ૨૫ જેટલા જીલ્લાઓમાં તેનુવાવેતર નોંધાયેલ છે. અંદાજ મુજબ હાલ૧૨૦૦હેકટરજેટલા વિસ્તારમાં તેનુંવાવેતર થયેલ છે.

રાજયમાં તેના ઉત્પાદનનીસીઝનજુન થી ડીસેમ્બર સુધીની છે. કમલમ ફળનો શરુઆતનો ઉત્પાદન ખર્ચ  ઘણો ઉંચો આવે છે. જે સામે બાગાયત ખાતા તરફથી કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા હેકટરે રુ.૧.૨૫ લાખની સહાય પણ આપવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.