Western Times News

Gujarati News

સગીરાએ સામાન્ય વાત પર માઠું લગાડી આપઘાત કર્યો

Files Photo

સુરત, આજ કાલ મોબાઈલ વગર જાણે જીવવું મુશ્કેલ બની ગયું હોય તેમ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પણ મોબાઈલ વગર રહી નથી શકતા. મોબાઈલ માટે એક વિદ્યાર્થીનીએ માતા-પિતાના ૧૬ વર્ષના પ્રેમને પણ ભુલી જીવન ટુંકાવી દીધાની ઘટના સામે આવી છે. માતા-પિતા માટે એક ચેતવણી સમાન ઘટના શહેરના વેડરોડ વિસ્તારનીછે, જ્યાં ૧૬ વર્ષની સગીરાએ સામાન્ય વાત પર માઠુ લગાડી આપઘાત કરી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં વેડરોડ વિસ્તારની આનંદ પાર્ક સોસાયટીમાં એક વિદ્યાર્થિનીએ ફાંસો ખાય મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. રિક્ષા ચાલક પિતાની એકની એક દીકરીના આપઘાત પાછળ મોબાઈલ કારણભૂત બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

.પિતાએ લઈ લીધેલો મોબાઈલ પરત નહીં મળતા માઠું લાગી આવતા આકરું પગલું ભરી લીધું હતું. વિગતે ઘટનાની વાત કરીએ તો, મોડી સાજે પિતાએ દીકરીને મોબાઈલને લઈ ઠપકો આપ્યો તેમાં દીકરી રીસાઈ ગઈ અને પોતાના રૂમમાં જઈ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો.

થોડા સમય માટે તે રૂમમાં કોઈ હિલચાલ ન થતા પિતાએ દરવાજાે ખોલી જાેયું તો, ૧૬ વર્ષીય ખુશ્બુ ફંદા પર લટકેલી હાલતમાં મળી આવી હતી. દીકરીના પિતા ક્રિપા શંકર ઉપાધ્યાય ત્યારબાદ તાત્કાલિક તેને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે, મૃતક સગીરા ધોરણ-૧૧ની વિદ્યાર્થીની હતી.

ઉલ્લેખનીય છે કે, આજે આવી જ એક આપઘાતની ઘટના અડાજણ વિસ્તારમાં સામે આવી હતી, જેમાં અડાજણ જલારામ બાપાના મંદીરની સામે રિદ્ધી રેસિડેન્સીના ફલેટ નંબર- ૩૦૫માં ૩૩ વર્ષીય જયોતિબેન ગોપાલદાસ છેલ્લાં ચાર વર્ષથી એકલા રહેતા હતા અને જવેલરી ડિઝાઇનરનું કામ કરતા હતા. બુધવારે ફલેટમાંથી દુર્ગંધ આવતા રહીશોએ પોલીસ અને ફાયરને જાણ કરી હતી. પોલીસ કાફલો અને ફાયરના જવાનો દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડે દરવાજા તોડી પ્રવેશ કરતા બેડરૂમ માંથી જ્યોતિબેન પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.