રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાનું નિધન
નવીદિલ્હી, વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું બુધવારની રાત્રે નિધન થયું હતું. ચંદન મિત્રાના પુત્ર કુશન મિત્રાએ તેના પિતાના મૃત્યુની પુષ્ટિ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ચંદન મિત્રા ધ પાયોનિયરના ભૂતપૂર્વ સંપાદક અને મેનેજિંગ ડિરેક્ટર હતા. વર્ષ ૨૦૦૩માં તેમને રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. જે બાદ ફરી એકવાર ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. જે બાદ વર્ષ ૨૦૧૮માં ચંદન મિત્રા તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાયા હતા.
ચંદન મિત્રાના નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદીએ ટિ્વટ કર્યું કે, ચંદન મિત્રાજીને તેમના શાણપણ અને સમજ માટે યાદ કરવામાં આવશે. મીડિયાની સાથે સાથે તેમણે રાજનીતિની દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી છું, હું તેમના પરિવાર અને પ્રસંશકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.HS