તાવથી લોકોમાં ડર,મથુરામાં ઘણા પરિવારે ઘર છોડ્યું
મથુરા, દેશના ઘણા રાજ્યોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે તો યુપીના મથુરામાં રહસ્યમયી બિમારીએ દેખા દીધી છે. મથુરામાં અત્યાર સુધી ૧૧ બાળકો સહિત ૧૩ લોકોના મોત નિપજ્યા છે. મોત પછી લોકોમાં ડરનો માહોલ છે. ફરહના કૌહ ગામમાં ૬૦ પરિવાર ગામાં ફેલાયેલી મહામારીના કારણે પોતોના ઘરો પર તાળા લગાવીને પલાયન થઈ ગયા છે.
ઉત્તર પ્રદેશના કેટલાક શહેરમાં સંખ્યામંધ બાળકો તાવમાં તડપી રહ્યા છે, અચાનક તાવનું કદર વધી જાય છે કે શ્વાસ પણ તૂટી જાય છે. ફિરોઝાબાદમાં આ રહસ્યમયી તાવના કારણે અત્યાર સુધી ૫૦થી બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે મથુરામાં છેલ્લા ૧૫દિવસમાં ૧૧ બાળકોના મોત નિપજ્યા છે. આજે સવારે વધુ બે બાળકોના મોતથી તંત્ર એક્શનમાં આવ્યું છે.’
ફરાહના કૌંહ ગામમાં ફેલાયેલા રોગચાળાને કારણે, ઘણા પરિવારો તેમના ઘરને તાળા મારીને સંબંધીના ઘર પર જતા રહ્યા છે. જાે કે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ ગામના પાણીથી સાથે સાથે લોકોનું પરીક્ષણ કરી રહ્યા છે.
અત્યાર સુધીના અહેવાલોમાં, ગામમાં ડેન્ગ્યુ અને મેલેરિયાની સાથે અન્ય કેટલાક રોગોના લક્ષણો જાેવા મળ્યા છે, પરંતુ વધતા મૃત્યુની સંખ્યાએ બેચેનીમાં વધારો કર્યો છે લોકોનું છે. ગામમાં રોગચાળો ફેલાવાનું કારણ જાણવા માટે દિલ્હી અને લખનૌની ટીમો પણ ગામમાં ધામા નાખી રહી છે.HS