રશિયામાં ૩-૧૬ સપ્ટેમ્બર સુધી ૧૭ દેશનો યુદ્ધાભ્યાસ
નવી દિલ્હી, રશિયામાં મોટાપાયે યોજનારા યુધ્ધાભ્યાસમાં ભારત સહિત ૧૭ દેશોની સેનાઓ ભાગ લેવા જઈ રહી છે.
૩ સપ્ટેમ્બરથી ૧૬ સપ્ટેમ્બર સુધી ચાલનારી આ કવાયતમાં ભારત, ચીન, પાકિસ્તાન, દક્ષિણ એશિયાના ૧૭ દેશોની સેનાઓ પોતાની તાકાતનુ પ્રદર્શન કરશે અને આ માટે આ દેશોના સૈનિકો રશિયા પહોંચી ચુકયા છે.
આ પહેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા યોજાયેલી આ પ્રકારની કવાયતમાં પણ ભારતીય સેના ચીન અને પાકિસ્તાન સાથે પોતાનુ કૌવત દાખવી ચુકી છે.
મે ૨૦૨૦માં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક ટકરાવ બાદ પહેલી વખત ભારત અને ચીનની સેના એક બીજા સાથે અભ્યાસ કરશે.રશિયા દ્વારા આ યુધ્ધાભ્યાસ કરવા પાછળનુ કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામે સહયોગ વધારવાનુ છે.
ભારતીય સેનાના ૨૦૦ જવાનોની ટુકડી આ અભ્યાસમાં ભાગ લેશે. આ સૈનિકો નાગા રેજિમેન્ટના છે. બીજી તરફ ભારત અને રશિયાને અડીને આવેલા દેશ કાઝાકિસ્તાનની સેનાઓએ પણ ૧૩ દિવસનો યુધ્ધાભ્યાસ શરૂ કર્યો છે. જે કઝાખિસ્તાનમાં ચાલી રહ્યો છે. જેમાં સેનાની બિહાર રેજિમેન્ટના ૯૦ જેટલા જવાનો સામેલ થયા છે.
ભારત માટે ધ્યાન આપવા જેવી વાત એ છે કે, ચીન અને રશિયા વચ્ચેનો સૈન્ય સહયોગ ગાઢ બની રહ્યો છે અને ૨૦૨૧માં જ તાજેતરમાં રશિયા અને ચીનની સેનાના ૧૦૦૦૦ સૈનિકોએ જાેરદાર કવાયત હાથ ધરી હતી અને તે દરમિયાન સંખ્યાબંધ ઘાતક હથિયારોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.SSS