પતિએ NRI મહિલા સાથે લગ્ન કરી અંગત પળોના ફોટા પાડ્યા
અમદાવાદ, એનઆરઆઈ મહિલાએ પતિ માનસિક ત્રાસ આપીને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે મહિલાની ફરિયાદને લઈને તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં NRI મહિલાને પ્રેમ લગ્ન કરવાનું ભારે પડ્યું છે.
પતિ અમેરિકા લઈ જવાનું દબાણ કરીને ૨૧ લાખની માંગ કરી રહ્યો છે. ઘટનાની વાત કરીએ તો અમેરિકામાં રહેતી NRI મહિલા હેતલ ઠકકરે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી છે, કે તેના પતિ જીગ્નેશ ઠક્કર દ્વારા મહિલાને માનસિક ત્રાસ આપવામા આવે છે. તેનો પતિ અમેરિકા લઈ જવાની જીદ પકડે છે જયારે દહેજના ૫ લાખની માંગ કરતા તેને પાંચ લાખ આપ્યા હતા. પરંતુ તેમ છતા તે વધુ ૨૧ લાખની માંગ કરીને પરેશાન કરતો હોવાનો આક્ષેપએ ફરિયાદમા કર્યો છે..
ફરિયાદી અને આરોપી ૨૦૧૬મા ફેસબુક મારફતે મળ્યા હતા અને બાળપણમા બન્ને મિત્રો પણ હતા. પરંતુ મહિલા પરિવાર સાથે અમેરિકા જતી રહી હતી. બન્નેના ડિવોર્સ થઈ ગયા છે. જેથી ફેસબુક દ્વારા બન્ને ફરી સપંર્કમા આવ્યા હતા અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો.
ઓકટોબર ૨૦૧૬મા મહિલા અમદાવાદ આવ્યા અને જીગ્નેશ સાથે કોર્ટમા પ્રેમ લગ્ન કર્યા. ત્યાર બાદ ઘોડાસર ખાતે પોતાની સાસરીમા રહેવા ગઈ હતી. જીગ્નેશએ અંગત પળ દરમિયાન પત્નીના અશ્લીલ ફોટો પાડી દીધા હતા અને અમેરિકાનુ સીટીઝન મેળવવા સતત દબાણ કરતો હતો.
લગ્ન બાદ પતિના આ વર્તનથી મહિલા ગભરાઈ ગઈ અને અમેરિકા પરત જતી રહી હતી. જીગ્નેશ તેના ફોટો સોશિયલ મીડિયામા વાયરલ કરવાની ધમકી આપતો હતો અને છુટાછેડા મેળવવા માટે ? ૨૧ લાખની માંગણી પણ કરતો હતો. જેથી અમેરિકાથી અમદાવાદ આવીને પતિ વિરૂધ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
મહિલા પૂર્વ પોલીસે પતિ-પત્નીના ઝઘડા અને આક્ષેપોને લઈને મહિલાની ફરિયાદ નોંધી છે. એટલુ જ નહિ મહિલાએ ફરિયાદમા આક્ષેપ કર્યો છે કે તેના પતિ વિરૂધ્ધ અન્ય પોલીસ સ્ટેશનમા પણ ચોરી કે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે ગુનાહિત ઈતિહાસ અને મોબાઈલની તપાસ શરૂ કરી છે.SSS