ભેજાબાજ ગઠીયાએ ખોટા દસ્તાવેજો બનાવી સવા આઠ લાખની લોન લેતાં વૃધ્ધની ફરિયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ, ભોળા નાગરીકોને લુંટવા માટે ગઠીયાઓ અવનવા પેંતરા અજમાવતા હોય છે અને નાણાં ઠગતા હોય છે. ત્યારે સેટેલાઈટમાં રહેતા એક રહીશના મકાન ઉપર કોઈ ભેજાબાજે નકલી દસ્તાવેજાે બનાવીને બેંકમાંથી ૮.રપ લાખ રૂપિયાની લોન લઈ લીધી હતી બેંકે રહીશે નોટીસ મોકલી ત્યારે તેમને આ ઘટનાની જાણ થતાં તેમણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે ગોરધનભાઈ પડશાલા રેવતી ટાવર, રામદેવનગર ચાર રસ્તા, સેટેલાઈટ ખાતે રહે છે થોડા સમય અગાઉ તેમને સિન્ડીકેટ બેંકમાંથી સોમાભાઈ પી. પ્રજાપતિના નામે ૬૬.પ૦ લાખની લોન બાકી હોઈ જે ભરી જવા માટેનો પત્ર મળ્યો હતો.
તપાસ કરતા વર્ષ ર૦૦૪માં સોમાભાઈ નામના વ્યક્તિએ તેમના ફલેટ ઉપર રૂપિયા સવા આઠ લાખની લોન લીધા બાદ રૂપિયા ભર્યા ન હતા તેવુ જાણવા મળ્યું હતું જેથી ગોરધનભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સોમાભાઈ (આસ્ટોડીયા) વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.