ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજા ના ઉત્સવની ઉજવણી તેમજ આનંદ ઉલ્લાસ અને શ્રધ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.છડી ના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી.
છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણ ની અસર ઉત્સવો ની ઉજવણી પર જાેવા મળે છે જાે કે આ વર્ષે કોરોના સંક્રમણ હળવું થતા કોરોના ગાઈડલાઈન માં પણ વધુ છૂટછાટ મળી છે.તેથી પરંપરાગત પૂજાવિધી થતી હતી જેથી મેધરાજાના દર્શન અત્યાર સુધી ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.આ સાથે છડીનોમનો ઉત્સવ પણ ખુબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
પરંપરા મુજબ છડીનોમના દિવસે ધોળીકુઈ લઈ જવામાં આવેલ છડી રાત્રિમુકામ બાદ દશમના દિને છડી ઘોઘારાવ મહારાજ મંદિરે પરત ફરી હતી.જ્યાં બે છડી ને ભેટવવાની પરંપરા ની પણ જાળવણી કરાઈ હતી.સાથે છડીનોમના મહોત્સવની પુર્ણાહુતિ થતા દિવસા ના દિવસ થી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજા ની ભવ્ય વિસર્જન શોભાયાત્રાનો ભોઈવાડ થી પ્રારંભ થયો હતો.
મેઘરાજાને બાળકો ભેટાડવાની અનોખી પરંપરા રહેલી હોય આ વર્ષે તે માટે ભારે ધસારો જાેવા મળતો હતો. બે વર્ષ બાદ ભરૂચના પોતીકા કહી શકાય તેવા પર્વો અને ઉત્સવો ઉજવાતા ભકતોમાં આનંદની લાગણી જાેવા મળી રહી હતી.