ઘી કાંટા મેટ્રો પ્રોજેક્ટ પાસે ગંદકીનું સામ્રાજ્ય

અમદાવાદ, અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી અને તૂટેલા રસ્તાઓ જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે રસ્તા બનાવ્યા પછી દરેક વર્ષે વરસાદમાં રસ્તાઓ તૂટી જાય છે અને સાથે સાથે લોકોની કમર પણ તૂટી જાય છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના ધોરી માર્ગો પર પણ આવી જ હાલત જોવા મળે છે.
અમદાવાદના ઘી કાંટા અને શહેરના કેટલાંક વિસ્તારોમાં તૂટેલા રસ્તાને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઘી કાટા મેટ્રો ટ્રેન અંગેનુ કામ ચાલી રહયુ છે. જેની નજીક રજીસ્ટાર કચેરી, એક્ઝુકુટિવ મેજિસ્ટ્રેટ કોટૅ ,તથા મેટ્રો કોટૅ આવેલી છે. આ કચેરીમાં રોજ હજારો લોકો ની પોતાના કામકાજ હેઠળ અવરજવર હોય છે. ત્યારે સફાઈ અંગે કોઇજ દરકાર લેવાતી નથી ઉપરાત કચરા તથા કાટમાળના ઢગલા છે. ઠેરઠેર ગંદકી જોવા મળે છે. મેટ્રો પ્રોજેકટ હેઠળ આ જગ્યા આવતી હોઇ સાફસફાઈ કરવી કરાવવી તેમની સંપૂર્ણ જવાબ દારી હોઈ પણ તે જવાબદારીમા ચૂકી બેદરકારી રાખવામાં આવેછે માખી, મચ્છર જેવા જંતુઓ રોગચાળો ફેલાવી રહયા છે.
આ ઉપરાંત અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક્રોપોલિસ મોલ પાસે મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ચાલુ હોવાના કારણે થલતેજ ગામ તરફ જતો રસ્તો સીંગલ સાઈડ કરવામાં આવ્યો છે. તદ ઉપરાંત રસ્તાે ડિસ્કો રોડ બની ગયો છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા થલતેજ, શીલજમાં પણ રસ્તાઓના ખસ્તા હાલ થઈ ગયા છે.