વીજ કરંટ લાગતા માતા અને બે પુત્રનાં મોત નિપજ્યાં
બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં કુદરતનું કાળચક્ર ફરી વળ્યું હતું. જિલ્લામાં વીજ કરંટથી ચાર લોકોનાં મોત થયા હતા. ડીસા ખાતે વીજ કર્મચારી અને પાલનપુરના ગઠામણ ખાતે ઝટકા મશીનથી ખેતર માલિકની પુત્રવધૂ અને બે બાળકોનાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ રીતે બનાસકાંઠામાં એક જ દિવસમાં અલગ અલગ બે બનાવમાં વીજ કરંટથી ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો છે.
બનાસકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં વીજ કરંટને કારણે એક મહિલા અને બે બાળકો સહિત કુલ ચાર લોકોનાં મોત થયા છે. જેમાં ડીસાના જાેખમનગર ખાતે વીજ ફોલ્ટ થતાં તેનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક વીજ કર્મચારી પ્રકાશભાઈ નાયીને કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ સિવાય પાલનપુર તાલુકાના ગઠામણ ગામ પાસે ખુશાલભાઈ જગાણીયાના ખેતર ખાતે તેમની પુત્રવધૂ કોકીલાબેન અને બે બાળકો જૈમીન અને વેદુનું વીજ કરંટ લાગવાથી નિધન થયું છે. ત્રણેય લોકો ખેતરમાં ફરી રહ્યા હતા તે દરમિયાન ખેતરના શેઢે મૂકેલા ઝટકા મશીનના સંપર્કમાં આવી જતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મળતી માહિતી પ્રમાણે પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતાં ખુશાલભાઈ હીરાભાઈ જગાણીયા ગઠામણ નજીક સધી માતાના મંદિર પાસે ફાર્મ હાઉસ ધરાવે છે. તેમણે પોતાના ખેતરમાં ભૂંડ સહિતના પશુઓ ને પ્રવેશે અને પાકને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે એક ઝટકા મશીન લગાવ્યું હતું. આ ઝટકા મશીનના સંપર્કમાં તેમના પુત્રવધૂ અને બે બાળકો આવી ગયા હતા. તમામનાં મોત થયાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે આ અંગે કોઈ જ ફરિયાદ દાખલ થઈ ન હતી. જાેકે, વીજ કંપનીના ધ્યાનમાં આ બનાવ આવતા ઝટકા મશીનથી કેવી રીતે ત્રણ લોકોનાં મોત થયા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખેતરમાં પશુઓને પ્રવેશતા રોકવા માટે ઝટકા મશીન મૂકવામાં આવે છે. જેમાં ખેતરના શેઢે તાર બાંધવામાં આવે છે અને તેમાંથી વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે. જ્યારે કોઈ પ્રાણી તારના સંપર્કમાં આવે છે ત્યારે તેને વીજળીનો ઝટકો લાગે છે. જે બાદમાં થોડા સમય માટે વીજ પ્રવાહ બંધ થઈ જાય છે.SSS