ઝઘડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં ધોરીમાર્ગનું સમારકામ હાથ નહીં ધરાતા વાહન ચાલકોને હાલાકી
અણીદાર પથ્થરો, વરસાદમાં પડેલા ખાડાના કારણે વાહનોના ટાયરોને નુકશાન તથા વાહન પર કાબુ ગુમાવવાની દહેશત રહે છે
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સરદાર પ્રતિમાને જાેડતા માર્ગોમાં મહત્વનો મનાતો અંકલેશ્વર, ઝઘડિયા, રાજપારડી, રાજપીપલા વચ્ચેનો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડતા વાહન ચાલકો માટે હાલાકીનું નિર્માણ થયુ છે.
ચાર માર્ગીય કામગીરી શરૂ થયા બાદ થોડો સમય તો કામગીરી સારી રીતે ચાલી પરંતુ ત્યાર બાદ કામગીરી ખોરંભે પડતા જેજે સ્થળોએ રોડ બન્યો હતો.ત્યાં પણ મોટામોટા ગાબડાઓ પડીને માર્ગ ખોદાઈ જતા પરિસ્થિતિ વિકટ બની હતી.આ સમસ્યા ઝઘડીયા તાલુકા માંથી પસાર થતાં આ માર્ગ પર સર્જાવા પામી હતી.
કેટલાક સ્થળોએ ખોદાઈ ગયેલો માર્ગ દુરસ્ત કરવા માટે માર્ગ પર ડામર યુક્ત મેટલ પાથરવામાં આવ્યાં પરંતુ પથરાયેલા મેટલો પર ડામર પાથરીને ડામર કાર્પેટીંગ કરવાની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી તેથી પથરાયેલા મેટલો વાહનચાલકોને હાલાકી આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ મેટલોમાં ઘણા મેટલો અણીદાર હોવાના કારણે તેનાથી વાહનોના ટાયરોને નુકશાન થવાની દહેશત પણ સર્જાઈ રહી છે તથા વાહન પર થી કાબુ ગુમાવતા અકસ્માત ની પણ દહેશત રહે છે.પરંતુ વહીવટીતંત્ર એ તો યેનકેન પ્રકારે માથા ઉતાર કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર રાજપીપળાનો ધોરીમાર્ગ રાજપીપલાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળ સાથે પણ જાેડાય છે.રાજપીપળાથી આગળ દેવલિયા, નસવાડી,બોડેલી,છોટાઉદેપુર અને તેનાથી આગળ મધ્યપ્રદેશનાં મહત્વના મથકો સાથે પણ જાેડાય છે ત્યારે આ મહત્ત્વના સરદાર પ્રતિમા ધોરી માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ખોરંભે પડી છે તથા જે માર્ગ બન્યો છે.
તેનું નિયમિત સમારકામ હાથ ધરવામાં આવે તે બાબતે તંત્ર તાકીદે યોગ્ય રસ લઈન તથા માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી પૂનઃ શરુ કરે તેવી લોકમાંગ જાેવા મળી રહી છે.સરદાર પ્રતિમાને જાેડતા બધા માર્ગોમાં આ માર્ગ મહત્ત્વનો મનાય છે.આ મહત્વના માર્ગ પરથી પસાર થતાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો દિવસે દિવસે થઈ રહ્યો છે.
વરસાદમાં પડેલા ખાડાના કારણે વાહન ચાલકોને પડતી હાલાકી દૂર કરવા માટે અંક્લેશ્વર ઝઘડિયા તાલુકા વચ્ચેના માર્ગને ચાર માર્ગીય બનાવવાની જે કામગીરી ખોરંભે પડી છે તે તાકીદે શરૂ કરીને જનતાને પડતી હાલાકી દુર કરવા તંત્ર આગળ આવે તેવી લોકમાંગ પ્રવર્તી રહી છે.*