Western Times News

Gujarati News

સિદ્ધાર્થ એક ઉમદા હ્રદયના માલિક હતાઃ સોનિયા રાઠી

મુંબઈ, એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું ગુરૂવારે નિધન થતાં તેના ચાહકો અને તેના સાથી કલાકારો આઘાતમાં આવી ગયા છે. સિદ્ધાર્થ શુક્લાએ જે છેલ્લી અભિનેત્રી સાથે કામ કર્યું હતું તેણે તેના માટે એક ભાવુક પોસ્ટ લખી છે. સિદ્ધાર્થે બ્રોકન બટ બ્યુટીફૂલમાં કામ કર્યું હતું અને તેની સામે સોનિયા રાઠી હતી. સિદ્ધાર્થ અને સોનિયાએ એકતા કપૂરની આ વેબ-સીરિઝની ત્રીજી સિઝનમાં મુખ્ય ભૂમિકા બજવી હતી.

સોનિયા રાઠીએ તે વેબ-સીરિઝના એક સીનની તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, મને હજી પણ માનવામાં આવી રહ્યું નથી. શોટ વચ્ચે આપણી વચ્ચે થયેલી વાતચીત, જ્યારે પણ રૂમમાં દાખલ થાય ત્યારે તમારું આકર્ષક સ્મિત, તમે સતત આપેલો સહકાર અને મારામાં આત્મવિશ્વાસ ભરવા માટે અને કોઈ પણ વ્યક્તિનો દિવસ સુધારવાની તમારી ક્ષમતાને હું હંમેશા મિસ કરીશ.

તેણે આગળ લખ્યું હતું કે, તમે એક ઉમદા હ્રદયના માલિક હતા અને હું તેને જાણી શકી તેનો મને આનંદ છે. આપણે એકસાથે જે પણ સમય પસાર કર્યો છે તેને હંમેશા હું વાગોળીશ. તમે એક ઉમદા વ્યક્તિ અને ખરા મિત્ર હતા અને હું તમને હંમેશા યાદ રાખીશ. સિદ્ધાર્થ શુક્લાનું ગુરૂવારે સવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.

શુક્રવારે મુંબઈના ઓશિવરા સ્મશાનગૃહમાં તેના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેના અંતિમ સંસ્કારમાં શેહનાઝ ગિલ, અસિમ રિઝવી, આરતી સિંહ, રશ્મી દેસાઈ, નિક્કી તંબોલી, વિકાસ ગુપ્તા, અલી ગોની, પ્રિન્સ નરૂલા, યુવિકા ચૌધરી, રાખી સાવંત, અભિનવ શુક્લા, અર્જુન બિજલાની, કરણવીર બોહરા અને રાહુલ મહાજન સામેલ હતા.

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થને ટીવી શો બાલિકા વધૂથી ખાસ્સી પ્રસિદ્ધિ મળી હતી. થોડા વર્ષો પહેલા જ બાલિકા વધૂની એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીએ આપઘાત કર્યો હતો. તેના અંતિમ સંસ્કાર પણ ઓશિવારાના સ્મશાન ગૃહમાં જ કરવામાં આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.