પોલીસવાળો બની લોનના રૂપિયા પડાવતો ઝડપાયો
વડોદરા, એક તરફ કોરોના વાયરસના મારના કારણે લોકોએ ભારે સહન કરવાનું આવ્યું છે, તો બીજી તરફ ખોટા માર્ગે મહેનત વગર રૂપિયાવાળા બની જવાના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરામાં પણ બન્યો છે જેમાં એક શખ્સ પોતે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર હોવાનું કહીને લોકોને છેતરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. વડોદરામાં તાલુકા પોલીસ દ્વારા પોતાને સબ-ઈન્સ્પેક્ટર ગણાવીને ભાઈલીમાં વેપારીઓને છેતરનારા શખ્સને પકડવામાં આવ્યો છે.
સિદ્ધાર્થ હિરપરા નામનો શખ્સ પોતાને પોલીસ કર્મચારીને ગણાવીને રૂપિયા પડાવતો હતો. પોલીસ હોવાનો પાવર બતાવીને લોકો સાથે છેતરપિંડી કરનારા સિદ્ધાર્થનો વિડીયો વાયરલ થતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, સિદ્ધાર્થ હિરપરા નામનો શખ્સ પોલીસકર્મી હોવાનો ડોળ કરીને ભુગેશ ઠાકુર પાસે લોનના રૂપિયા લેવા માટે ગયો હતો.
ભુગેશે આ લોન અમુક વર્ષો પહેલા લીધી હતી. ભુગેશે પોલીસને જણાવ્યું કે, તેણે વર્ષ ૨૦૧૭માં પંકજ ભાલાલ નામના વ્યક્તિ પાસેથી લોકોન લીધી હતી અને પછી તેની ૬.૪૦ લાખની ચુકવણી કરી દીધી હતી, આ ચુકવણી ચેક દ્વારા કરી હતી. લોનની ચુકવણી કર્યાના થોડા મહિના પછી સિદ્ધાર્થે પોલીસવાળો બનીને લોનના ૨૦,૦૦૦ રૂપિયા લેવાના બાકી હોવાનું કહીને ભુગેશના ઘરે પહોંચ્યો હતો. જે પછી ભુગેશ ઠાકુરે સિદ્ધાર્થ હિરપરાને ૨૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, સિદ્ધાર્થ હિરપરા ભુગેશ ઠાકુરને થોડા મહિનાઓ પહેલા જ્યારે રિકવર કરવાની હતી ત્યારે મળ્યો હતો. ભુગેશે જણાવ્યું કે સિદ્ધાર્થે પોતાની પોલીસકર્મી તરીકેની ઓળખ આપી હતી, અને રૂપિયા માગણી કરી હતી.” ગુરુવારે પણ સિદ્ધાર્થ ભાયલીમાં આવેલા ભુગેશના ઘરે ગયો હતો, આ દરમિયાન તેણે આખો દિવસ ભુગેશ માટે રાહ જાેઈ હતી. જ્યારે ભુગેશ રાત્રે ઘરે આવ્યો ત્યારે સિદ્ધાર્થે તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.
આ દરમિયાન સિદ્ધાર્થે ભુગેશને પાઈપથી મારવાની ધમકી આપી હતી. આ ઘટનાનો વિડીયો પાડોશી દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો અને તે વાયરલ થઈ ગયો હતો. આ વિડીયોના આધારે પોલીસે તપાસ કરીને શુક્રવારે સિદ્ધાર્થ હિરપરાની ધરપકડ કરી લીધી છે. પોતે પોલીસ હોવાનું કહીને છેતરનારા શખ્સે અન્ય ગુના આચર્યા છે કે નહીં તે પૂછપરછ દરમિયાન ખુલશે.SSS