શૂટિંગમાં મનીષને ગોલ્ડ, સિંહરાજને સિલ્વર મેડલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Manish.jpg)
ટોક્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ ચાલુ છે. બેડમિન્ટનમાં મેડલની ખાતરી થયાના થોડા સમય બાદ શૂટર્સ મનીષ નરવાલ અને સિંહરાજે મિક્સ્ડ ૫૦ મીટર પિસ્તોલ એસએચ૧ ઇવેન્ટમાં મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. મનીષે ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું તો સિંહરાજ બીજા ક્રમે રહ્યા. એટલે કે તેમણે સિલ્વર મેડલ જીત્યો છે. આ રીતે ભારત પાસે હવે ટુર્નામેન્ટમાં કુલ ૧૫ મેડલ છે.
ઓગણીસ વર્ષના નરવાલે પેરાલિમ્પિક રેકોર્ડ બનાવતા ૨૧૮.૨નો સ્કોર કર્યો હતો. તો બીજી તરફ પી ૧ મેન્સ એસ-મીટર એર પિસ્તોલ એસએચ-૧ ઇવેન્ટમાં મંગળવારે બ્રોન્ઝ જીતનાર અડાનાએ ૨૧૬.૭ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. રશિયન ઓલિમ્પિક સમિતિના સર્જેઈ માલિશેવે ૧૯૬.૮ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
અગાઉ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં અડાના ૫૩૬ પોઇન્ટ સાથે ચોથા અને નરવાલ ૫૩૩ પોઇન્ટ સાથે સાતમા ક્રમે હતા. ભારતના આકાશ ૨૭માં સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવી શક્યા ન હતા. આ કેટેગરીમાં શૂટર્સ માત્ર એક હાથથી પિસ્તોલ પકડે છે. કેટલાક શૂટર્સ ઉભા રહીને તો કેટલાક બેસીને નિશાનો લગાવે છે.
આ રીતે ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. હાલમાં દેશનાના ખાતામાં ૪ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ છે. પેરાલિમ્પિક ઇતિહાસમાં ટીમ ઇન્ડિયાનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ભારતીય ટીમે ૨૦૧૬માં રિયોમાં ૨ ગોલ્ડ સહિત ૪ મેડલ જીત્યા હતા.
ભારતીય પેરા-બેડમિન્ટન ખેલાડી અને ગૌતમ બુદ્ધ નગરના ડીએમ સુહાસ એલવાઈએ ટોક્યો પેરાલિમ્પિક્સ-૨૦૨૦માં ઇતિહાસ સર્જ્યો છે. પુરૂષોના એલએસ૪ સિંગલ્સમાં તેમણે ઇન્ડોનેશિયાના સેટીવાન ફ્રેડીને ૨૧-૧૯ અને ૨૧-૧૫થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પેરાલિમ્પિક્સમાં મેડલ મેળવનાર તેઓ દેશના પ્રથમ અધિકારી છે. તેઓ દેશના પ્રથમ અધિકારી છે જેમને પેરાલિમ્પિક્સમાં ભાગ લેવાની તક મળી છે. સુહાસે અગાઉ યુગાન્ડા પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ અને તુર્કી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે.
વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા ક્રમે આવેલા શટલર સુહાસે અન્ય ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ પણ જીત્યા છે. તેમને જકાર્તા પેરા એશિયન ગેમ્સ -૨૦૧૮ માં બ્રોન્ઝ મેડલ વિજેતા પુરુષોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ૨૦૧૭ માં ટોક્યોમાં યોજાયેલી જાપાન ઓપન પેરા બેડમિન્ટન ટુર્નામેન્ટ રનર અપ રહી હતી, જ્યારે ડબલ્સએ એસએલ-૪ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.SSS