હોલિવૂડ સ્ટાર જોન સીનાએ સિદ્ધાર્થ શુક્લાને ટ્રિબ્યુટ આપ્યું
મુંબઈ, માત્ર ૪૦ વર્ષની ઉંમરમાં એક્ટર સિદ્ધાર્થ શુક્લાના નિધનથી ભલભલાને આંચકો લાગ્યો છે. સિદ્ધાર્થના નિધનની ખબર જાણ્યા પછી માત્ર ભારતના જ નહીં પરંતુ વિદેશમાં રહેલા તેના ફેન્સને પણ ભારે આઘાત લાગ્યો છે. ટીવી ઈન્ડસ્ટ્રી અને તેના ઘણાં ફેન્સ હજુ પણ માનવા તૈયાર નથી થઈ રહ્યા કે સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી રહ્યો.
સિદ્ધાર્થના મૃત્યુની ખબર જાણીને ડબલ્યુડબલ્યુઈ સ્ટાર અને એક્ટર જાેન સીનાને પણ આંચકો લાગ્યો છે. જાેને કરેલી પોસ્ટ બાદ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે કે શું તે સિદ્ધાર્થને ઓળખતો હતો?
જાેન સીના હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ૯ એટલે કે એફ૯માં જાેવા મળ્યો છે. એફ૯ ભારતમાં ૨ સપ્ટેમ્બરે રિલીઝ થઈ અને એ જ દિવસે સિદ્ધાર્થના નિધનની ખબર આવી હતી. સિદ્ધાર્થને આવેલા હાર્ટ એટેક અને પછી મોતે સૌ કોઈને વિચારતા કરી દીધા છે. સિદ્ધાર્થને ૨ સપ્ટેમ્બરે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો અને તેને સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું હતું.
જાેન સીનાએ સિદ્ધાર્થને યાદ કરીને એક તસવીર શેર કરી છે. જાેકે, તેણે આ તસવીર સાથે કશું લખ્યું નથી, જાેકે, જાેન સીનાએ સિદ્ધાર્થને ટ્રિબ્યુટ આપ્યું છે તે જાેઈને બન્નેના ફેન્સ ભાવુક થઈ ગયા છે અને જાેનનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.
આ આશ્ચર્ય થવાનું કારણ એટલા માટે હતું કે આ પહેલા ક્યારેય કોઈએ જાેન સીના અને સિદ્ધાર્થને સાથે જાેયા નથી. પરંતુ આમ છતાં જાેને જે પોસ્ટ કરી છે તેની પાછળનું કારણ શું છે તો તે ‘બિગ બોસ’ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બિગ બોસ ૧૩ વિનર સિદ્ધાર્થને જાેન સીનાએ સપોર્ટ કર્યો હતો, આ દરમિયાન તેણે સિદ્ધાર્થની સાથે ફર્સ્ટ રનર-અપ રહેલા આસિમ રિયાઝને પણ સપોર્ટ કર્યો હતો. આ દરમિયાન જાેન સીનાએ એક પોસ્ટ પણ કરી હતી.
સિદ્ધાર્થ શુક્લાની વાત કરીએ તો તેણે પોતાનું કરિયર મૉડલિંગથી શરુ કર્યું હતું અને તે પછી તેણે ૨૦૦૮માં ટીવીની દુનિયામાં પગલા માંડ્યા હતા. સિદ્ધાર્થ શુક્લાને બાલિકા વધુમાં ઘણી પોપ્યુલારિટી મળી હતી, પરંતુ બિગ બોસ ૧૩ પછી તેના સ્ટારડમમાં ગજબનો ઉછાળો આવ્યો હતો અને તેની ફેન ફોલોવિંગ પણ વધી હતી. આ રિયાલિટી શોમાં તેની શહેનાઝ સાથેની જાેડી ઘણી જ પસંદ કરવામાં આવી રહી હતી. શહેનાઝને પણ સિદ્ધાર્થના અકાળે થયેલા મોતથી ભારે આઘાત લાગ્યો હતો, તેની રડી-રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી.SSS