પ.બંગાળની ખાલી ૩ બેઠક પર સપ્ટેમ્બરમાં પેટા ચૂંટણી

કોલકાતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે વિધાનસભામાં પહોંચવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની ખાલી પડેલી ત્રણ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજવા માટે લીલી ઝંડી આપી છે.
સપ્ટેમ્બર મહિનામાં જ આ ચૂંટણી યોજાશે. બંગાળમાં ભવાનીપુર, શમશેરગંજ અને જંગીપુર બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવશે. આ બેઠકો પર આજથી આચાર સંહિતા લાગુ થઈ ચુકી છે.
હાલમાં અલગ અલગ રાજ્યોમાં ૩૧ વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો ખાલી છે. આ તમામ બેઠકો પર પેટા ચૂંટણી બાકી છે. જાેકે બંગાળના વિશેષ અનુરોધ પર બંગાળની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજવાનુ ચૂંટણી પંચે જાહેર કર્યુ છે.
આ બેઠકો પર ૧૩ સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. ૩૦ સપ્ટેમ્બરે ચૂંટણી અને બે ઓક્ટોબરે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
હવે મમતા બેનરજી માટે વિધાનસભા પહોંચવાનો રસ્તો સાફ મનાઈ રહ્યો છે. અગાઉ ચૂંટણીમાં મમતા બેનરજીને નંદીગ્રામ બેઠક પર શુવેન્દુ અધિકારીના હાથે હાર મળી હતી.
મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે છ મહિનામાં વિધાનસભા ચૂંટણી જીતવી જરૂરી છે. મમતા બેનરજી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે અને એવુ લાગે છે કે, આ બેઠક પર મમતા બેનરજીની જીત નિશ્ચિત છે.SSS