આગામી ૪ મહિનામાં કોરોના વિફરશે: વિશ્વના સૌથી મોટા વૈજ્ઞાનિકને ચિંતા
અમેરિકા, અમેરિકામાં ડિસેમ્બર સુધી કોરોનાના કારણે વધુ એક લાખ લોકોના મોત થાય તેવી આશંકા સેવાઈ રહી છે. આ સમાચાર અમેરિકાના સૌથી મોટા તબીબ અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિજીસેસના નિર્દેશક ડૉ. એન્થની ફાઉચીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે.
તેમણે કહ્યું કે, કોરોનાથી મોતને ભેટનારા લોકોમાં મોટાભાગના લોકોએ વેક્સિન લીધી નથી. ડૉ. ફાઉચીએ કહ્યું કે, આ ગણતરી યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના મોડલ પર આધારિત છે.
ડૉ. ફાઉચીએ કહ્યું કે, અમે જે સ્થિતિથી ગુજરી રહ્યાં છે, તેની કડક ગણતરી કરી શકાય છે. આવા મોતને ટાળી શકાય છે. આપણને ખબર છે કે કોરોનાના મૃત્યુઆંકને ટાળવા માટે લોકોને વેક્સિન લગાવવા માટે પ્રેરિત કરવા પડશે. વેક્સિન ડ્રાઈવ ઝડપથી ચલાવવી પડશે. અત્યારે લગભગ ૮ કરોડ અમેરિકન લોકોએ વેક્સિન લીધી નથી. આવા લોકો કોરોના મહામારી ફરીથી લાવી શકે છે.
ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું કે, જાે દેશનો આરોગ્ય વિભાગ ઝડપથી વેક્સિનેશનનું કામ કરે અને વધુમાં વધુ લોકોને રસી આપે તો આ સમસ્યાનો અંત આવશે. લોકો વેક્સિન એટલે માટે લેતા નથી કે કારણકે તેઓ રાજકીય, સામાજિક તુલનાઓની ચક્રવ્યૂહમાં ઘેરાયેલા છે. આવા લોકોએ બધા કામ પડતા મુકીને પહેલા વેક્સિન લગાવવી જાેઈએ. જેને કારણે તેઓ પોતાને, પોતાના પરિવારને અને પાડોશીઓના આરોગ્યને નિરોગી રાખી શકે.
મહત્વનું છે કે, અત્યારે અમેરિકામાં કોરોના સંક્રમણના દરરોજ ૧.૫૫ લાખ નવા કેસો આવી રહ્યાં છે. જેમાંથી કેટલાંક લોકો હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલો પણ આગામી લહેર માટે સંપૂર્ણ સજ્જ છે. ડૉ. ફાઉચીએ કહ્યું કે, ગયા અઠવાડિયે આખા દક્ષિણ અમેરિકામાં ઘણી હોસ્પિટલોએ ઓક્સિજનની અછત હોવાની ફરિયાદ કરી હતી. જ્યારે હવે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. જાે આવી સ્થિતિમાં હોસ્પિટલોમાં વ્યવસ્થાનો અભાવ થશે તો મહામુશ્કેલી સર્જાશે.HS