મોડાસા મંડલમાં નમો એપ સંદર્ભે પ્રશિક્ષણ વર્ગ યોજાયો

(પ્રતિનિધિ)મોડાસા, મોડાસામાં જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે નમો એપ અભિયાન સંદર્ભે અરવલ્લી જિલ્લા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મોડાસા મંડના ઉપક્રમે પ્રશિક્ષણ વર્ગ યોજાયો હરો.
આ પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લા મંત્રી કમળાબેન પરમાર, સંગીતાબેન પટેલ મોડાસા મંડલ પ્રમુખ ભીખુસિંહ પરમાર, મહામંત્રી રમેશભાઇ પટેલ,સહકારી આગેવાન ભીખુસિંહ પરમાર તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના પદાધીકારીઓ, આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થીત રહ્યા હતા.
આ પ્રશિક્ષણ વર્ગ માં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા નમો એપ ને બૂથ સ્તર સુધીના કાર્યકર્તાને ડાઉનલોડ કરવા અંગે તેમજ આવનારા દિવસો માં યોજાનાર કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કાર્યશાળા માં સોશીયલ મીડિયાના અને યુવા મોરચાના હોદ્દેદારઓ દ્વારા નમો એપ ડાઉનલોડ કરાવી અને તેની ઉપયોગીતા વિશે માહિતી આપી રજીષ્ટ્રેશન કરવા અંગેની જાણકારી બહોળી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને આપવામાં આવી હતી.