સિદ્ધનાથ પબ્લીક સ્કુલ – ચણોદ ખાતે શિક્ષક દિનની ઉજવણી
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાના ચણોદ-વાપી સ્થિત સિદ્ધનાથ પબ્લીક સ્કુલ ખાતે શિક્ષક દિન અવસરે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને કાર્યકમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે શાળાના આચાર્ય અને શિક્ષકોને પ્રશસ્તિત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે પ્રાસંગિક ઉદબોધનમાં ‘ગુરૂ બીના જ્ઞાન કહાં સે લાઉ’ પંક્તિથી શરૂઆત કરી શાળામાં ૭૦૦ જેટલા બાળકોના અભ્યાસ માટે આચાર્ય અને શિક્ષકોના યોગદાનને બિરદાવી શાળામાં બાળકો સારું શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. સિદ્ધનાથ પબ્લિક સ્કૂલના આચાર્ય ડો. સાગર હોવાલે શાળાની પ્રગતિની જાણકારી આપી સ્ટાફની શિસ્ત અને કર્મઠ કાર્યશૈલીની સરાહના કરી હતી.
આ કાર્યકમમાં તાલુકા પંચાયત સભ્યો મણિલાલ પટેલ, સુનિલ ભાઈ પટેલ, પંચાયત સભ્ય દિનેશ ભાઈ ગુંદ અને જીતેશ પટેલ, વલસાડ જિલ્લા સંગઠન આર્થિક સેલના સંયોજક મહેશભાઇ ભટ્ટ, અગ્રણીઓ ઉદેસિંહ ગોરપડે, ભીમરાવજી, ભદ્રેશભાઈ પંડયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.