Western Times News

Gujarati News

RSSની તાલિબાન સાથે તુલના કરવા બદલ જાવેદ અખ્તર વિરૂદ્ધ ફરિયાદ

મુંબઇ, મશહૂર ગાયક અને લેખક જાવેદ અખ્તર પોતાના નિવેદનને લઇને વિવાદોમાં છે. વાસ્તવમાં તેમણે તાલિબાનની તુલના આરએસએસ, વીએચપી અને બજરંગ દળ સાથે કરી છે. તેને પગલે લેખક વિરૂદ્‌ઘ મુંબઇ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક વકીલે પોતાના ટિ્‌વટર હેન્ડલ પર પોતાની ફરિયાદની કોપી શેર કરી છે.

આ કોપીને શેર કરતાં તેમણે લખ્યું છે, મેં આજે જાવેદ અખ્તર વિરૂદ્‌ઘ મુંબઇ પોલીસમાં એક ફરિયાદ દાખલ કરાવી છે.
આ ફરિયાદમાં મેં કહ્યું છે કે લેખકે આરએસએસ, વીએચપી અને બજરંગ દળનું જાણીજાેઇને અપમાન કર્યું છે.

તેમણે આરએસએસ, વીએચપી અને બજરંગ દળની તુલના તાલિબાન સાથે કરી છે, તેમણે આગળ લખ્યું કે મેં પોલીસને કહ્યું છે કે તે આ ફરિયાદને એક એફઆઇઆરમાં વહેલી તકે તબ્દીલ કરી દે.

બીજી તરફ લેખકના આ વિવાદિત નિવેદન બાદ ભાજપ સાથે જાેડાયેલા અનેક યુવા નેતાઓએ જાવેદ અખ્તરના જુહૂ સ્થિત ઘર પર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતાં. પ્રદર્શનકર્મીઓનું કહેવું હતું કે, આરએસએસ તમામ લોકોના ખરાબ સમયમાં તેમની મદદ કરે છે. જાવેદ અખ્તર કઇ રીતે તાલિબાન સાથે તેની તુલના કરી શકે છે. જે કારણે લેખકે તેમના આ નિવેદન બદલા માફી માગવી જાેઇએ.

ઉલ્લેખનીય છે કે જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના તાલિબાન સાથે કરી છે. તેમણે કહ્યું છે કે આરએસએસનું સમર્થન કરનારાઓની માનસિકતા પણ તાલિબાનીઓ જેવી છે. તેમણે એ પણ કહ્યું છે કે આરએસએસનું સમર્થન કરનારાઓએ આત્મપરીક્ષણ કરવું જાેઇએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.