Western Times News

Gujarati News

તાલિબાનના નેતા સાથે UNના અધિકારીએ મુલાકાત કરી

કાબુલ, અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે કર્યો ત્યારથી જ દુનિયાભરના લોકોને અફઘાનિસ્તાનના નાગરિકોની સુરક્ષા અને માનવ અધિકારોની ચિંતા થઈ રહી છે. જાે કે તાલિબાનના નેતાઓ સતત એવો દાવો કરતા આવ્યા છે કે લોકોના અધિકારોની સુરક્ષા કરવામાં આવશે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના માનવીય બાબતોની એજન્સીના પ્રમુખ માર્ટિન ગ્રિફિથ્સે તાલિબાનના નેતા મુલ્લા બરાદર સાથે મુલાકાત કરી છે.

કાબુલના વિદેશ મંત્રાલયમાં થયેલી આ મુલાકાત દરમિયાન માર્ટિન ગ્રિફિથ્સે જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે સમર્થન અને સહયોગ ચાલુ રાખશે.

માનવીય બાબતો અને કટોકટીના સમયમાં રાહત પહોંચાડવા માટે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ માર્ટિન ગ્રિફિથ્સે મુલ્લા બરાદર સાથે મુલાકાત કર્યા પછી ટિ્‌વટ કરી અને લખ્યું કે- મેં અફઘાનિસ્તાનમાં લાખો જરુરતમંદ લોકોની નિષ્પક્ષ માનવીય સહાયતા અને સુરક્ષા પૂરી પાડવાના હેતુસર સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબદ્ધાની પૃષ્ટિ કરવા માટે તાલિબાનના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી.

રેડ ક્રોસની આંતર્રાષ્ટ્રીય સમિતિના પ્રમુખ પીટર મૌરર અફઘાનિસ્તાનની ૩ દિવસની યાત્રા પર પહોંચ્યા હતા. રવિવારના રોજ અફઘાનિસ્તાન પહોંચ્યા પછી પીટરની યોજના આરોગ્ય સુવિધાઓ અને હિંસાનો શિકાર લોકો માટે બનાવવામાં આવેલા પુનર્વસનના કેન્દ્રોની મુલાકાત લેવાની છે. આ સિવાય તે આઈસીઆરસીના કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરશે. આઈસીઆરસી પ્રમુભ અફઘાનિસ્તાનના સ્થાનિક અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે.

ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ સમાચાર મળ્યા હતા કે હક્કાની નેટવર્કના નેતા અનસ હક્કાની અને ખલીલ હક્કાનીની તાલિબાનના નેતા મુલ્લા બરાદર અને મુલ્લા યાકુબ સાથે ઝડપ થઈ હતી. રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ લડાઈ દરમિયાન હક્કાની સમૂહ તરફથી ફાયરિંગ કરવામાં આવી જેમાં મુલ્લા બરાદર ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર, હક્કાની નેટવર્ક સરકારમાં મોટી ભાગીદારી માંગે છે અને રક્ષા મંત્રીનું પદ માંગે છે, જ્યારે તાલિબાન આટલી મોટી જવાબદારી સોંપવા તૈયાર નથી. જાે કે, આ દાવાઓની હજી પૃષ્ટિ નથી થઈ શકી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.