Western Times News

Gujarati News

સરકાર નવરાત્રિમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ગરબાને મંજૂરી આપી શકે છે

Files Photo

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે ગત વર્ષે લોકો તહેવારો ધામધૂમથી ઉજવી શક્યા ન હતા પરંતુ કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા લોકોને તહેવારોની ઉજવણી કરવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે. સાતમ આઠમના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે રાજ્યના તમામ મંદિરોમાં જન્માષ્ટમીના ઉત્સવોને મંજૂરી આપી હતી પરંતુ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું પણ જણાવ્યું હતું. ત્યારબાદ રાજ્યના તમામ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી થઇ હતી.

ત્યારે આગામી દિવસોમાં નવરાત્રી અને ભાદરવી પૂનમનો તહેવાર આવી રહ્યો છે. તેને લઈને લોકોમાં પણ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે પરંતુ આ વખતે રાસ-ગરબાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે કે, નહીં તે બાબતને લઈને લોકો ચિંતિત છે.

આગામી દિવસોમાં ગણેશ મહોત્સવમાં પણ રાજ્ય સરકારે કેટલીક છૂટછાટો આપી છે. તેને જાેતા લોકોને એવું લાગે છે કે, સરકાર નવરાત્રિમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ગરબાને મંજૂરી આપી શકે છે. ત્યારે આ બાબતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, લોકોનો લોકપ્રિય તહેવાર એટલે નવરાત્રિ અને ભાદરવી પૂનમ. અંબાજી માતા સહિત દરેક માતાજીના મંદિરે લાખો પદયાત્રીઓ દર્શન કરવા જાય છે. તેવા તહેવારો પણ નજીક આવી રહ્યા છે. આ તહેવાર અંગે કેવા પ્રકારની સુવિધા, છૂટછાટો અને નિયમો લાગુ કરવા તે અંગે અમે ચર્ચા વિચારણા કરીને યોગ્ય ર્નિણય કરીશું અને સમયસર તેની જાહેરાત કરીશું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, તાજેતરમાં જન્માષ્ટમી સહિત અન્ય તહેવારો લોકોએ ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવ્યા છે. સરકારે પણ નિયમોના પાલન સાથે તમામ મંદિરો ખુલ્લા રાખવા માટે છૂટ આપી હતી. ત્યારે હવે નવરાત્રીને લઈને પણ સરકાર કોર કમિટીમાં ચર્ચા કરીને ર્નિણય કરશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે સરકાર પણ જાે મંજૂરી આપશે તો પણ રાજ્યમાં કેટલાક ગરબાના આયોજકોએ લોકોના હિતને ધ્યાનમાં લઇને ગરબાનું આયોજન ન કરવાનો ર્નિણય કર્યો છે.

યુનાઇટેડ વે ઓફ બરોડા, વડોદરાના માં શક્તિ ગરબા, અમદાવાદમાં ફ્રેન્ડ ગરબા, અમદાવાદના શંકુઝ એન્ટટેઈન્મેન્ટ ગરબા, અમદાવાદના બોલીવૂડ દાંડિયા ગરબા, સુરતના ઇન્ડોર સ્ટેડીયમ ગરબા, સુરતના સારસાણા કન્વેન્સન ગરબા, રાજકોટના નીલ કલબ ગરબા, ભૂજના રોટરી વોલ સીટી ગરબા, ભૂજના ડ્રીમ ગરબા અને ભરૂચના પટેલ કોલોની ગરબાના આયોજકોએ આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ગરબાનું આયોજન ન કરવાનો ર્નિણય કર્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.