લીડ્સમાં ખરાબ રીતે હારેલી ટીમ ઈન્ડિયાએ 50 વર્ષ પછી ઓવલમાં ઇંગ્લેન્ડને 157 રને હરાવ્યું

ઓવલ, લીડ્સમાં 1 ઈનિંગ અને 76 રનથી હારનો સામનો કરનારી ટીમ ઈન્ડિયાએ ઓવલના મેદાનમાં બાઝીગરની જેમ પલટવાર કરી ઇંગ્લેન્ડને ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં 157 રને હરાવ્યું છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં જો રૂટની ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ઈન્ડિયન ટીમે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે હવે અહીંથી ઈન્ડિયા સિરીઝ હારી શકશે નહીં.
કેનિંગ્ટન ઓવલના મેદાન પર ઈન્ડિયન ટીમનો ટ્રેક રેકોર્ડ છેલ્લા 50 વર્ષોમાં સારો રહ્યો નહતો. ઈન્ડિયન ટીમ આ મેદાન પર કુલ 13 ટેસ્ટ રમી ચૂકી છે અને તેમાંથી માત્ર એક જ જીતી શકી હતી. જ્યારે પાંચ મેચમાં ઈન્ડિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 7 મેચ ડ્રો રહી હતી.
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ એકમાત્ર મેચ લગભગ 50 વર્ષ પહેલા 1971માં ઇંગ્લેન્ડ ટૂર પર અહીં જીતી હતી. 1971માં અજીત વાડેકરની કેપ્ટનશિપ હેઠળ ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.
81.4માં અજિંક્ય રહાણેએ જસપ્રીત બુમરાહની ઓવરમાં ઓવર્ટનનો કેચ છોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ અત્યારે જીતથી ગણતરીની વિકેટ દૂર છે ત્યારે આવી ભૂલ કરવી ભારે પણ પડી શકે છે.
જસપ્રિત બુમરાહ ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની ગયો છે. બુમરાહે આ રેકોર્ડ માત્ર 24 મેચમાં બનાવ્યો હતો. તેના પહેલા ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ ફાસ્ટ બોલર કપિલ દેવ (25 ઈનિંગમાં)ના નામે નોંધાયો હતો. કપિલ પછી ઈરફાન પઠાણ (28), મોહમ્મદ શમી (29) અને જવાગલ શ્રીનાથ (30)ના નામ આવે છે.