વીએચપીના કાર્યકર્તાઓએ જાવેદ અખ્તરના પુતળાનું દહન કર્યુ

શાહજહાંપુર, ફિલ્મી ગીતકાર જાવેદ અખ્તરે આરએસએસની સરખામણી તાલિબાન સાથે કરતા હોબાળો થયો છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં તેમના આ નિવેદનની વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
નારાજ વીએચપીના કાર્યકર્તાઓએ કલેક્ટર ઓફિસના દરવાજે જાવેદ અખ્તરના પુતળાનું દહન કર્યુ હતું અને ભારે નારેબાજી કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદની માગ છે કે, જાવેદ અખ્તરને પ્લેનમાં બેસાડી અફઘાનિસ્તાન મોકલી દો.
વિશ્વ હિન્દુ પરિષદના ઢગલાબંધ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસે એકઠા થયા હતા. કાર્યકર્તાઓએ પુતળા પર જાવેદ અખ્તરનો ફોટો લગાવ્યો હતો. જેને આગ લગાવી દીધી હતી નારેબાજી સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ રોડ જામ કરીને હોબાળો મચાવ્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદનું કહેવુ છે કે, જાવેદ અખ્તરે આરએસએસની તુલના તાલિબાન સાથે કરી છે, જે શરમજનક છે. તેમના જેવા લોકોને પ્લનેમાં બેસાડીને અફઘાનિસ્તાન રવાના કરી દેવા જાેઈએ. આવા લોકોને દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. વિશ્વ હિન્દુ પરિષદે એવી પણ ચેતવણી આપી છે કે, જાવેદ અખ્તર વિરુદ્ધ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે, તો કાર્યકર્તા પોતાની રીતે મામલો નિપટાવી દેશે.HS