ક્યૂબા ૨ વર્ષના બાળકોનુ કોરોના રસીકરણ કરનાર પહેલો દેશ બન્યો

નવીદિલ્હી, કેરેબિયાઈ દેશ ક્યૂબા કોરોના મહામારી સામે ૨ વર્ષના બાળકોનુ રસીકરણ અભિયાન શરૂ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. સોમવારથી ક્યૂબામાં ૨ વર્ષ અને તેનાથી વધુ ઉંમર સુધીના બાળકોને વેક્સીન લગાવવાનુ કામ શરૂ થઈ ગયુ. જાે કે વિશ્વ આરોગ્ય સંગઠને ક્યૂબાની સ્વદેશી વેક્સીનને મંજૂરી આપી નથી.ડબ્લ્યુએચઓની મંજૂરી વિના જ ક્યૂબાએ પોતાની વેક્સીન લગાવવાનુ શરૂ કરી દીધુ છે.
માહિતી મુજબ ૧૧.૨ મિલિયન વસ્તીવાળા આ કમ્યુનિસ્ટ ટાપુનુ લક્ષ્ય છે કે વહેલી તકે અહીંના બધા બાળકોને વેક્સીન લગાવી દેવામાં આવે. ક્યૂબાનુ લક્ષ્ય છે કે માર્ચ ૨૦૨૦ બાદથી મોટાભાગ માટે બંધ કરવામાં આવેલી સ્કૂલો ફરીથી ખોલતા પહેલા બધા બાળકોને રસી લગાવવામાં આવી ચૂકી હોય.
અહીં સ્કૂલનુ નવુ સત્ર સોમવારે શરૂ થયુ હતું. જાે કે સ્કૂલ હાલમાં ઘરેથી જ ટેલીવિઝન કાર્યક્રમોના માધ્યમથી ચલાવવામાં આવી રહી છે કારણકે ક્યૂબાના મોટાભાગના ઘરોમાં ઈન્ટરનેટની સુવિધા નથી. મોટા બાળકો પછી નાના બાળકોનુ રસીકરણ શરૂ ક્યૂબા પોતાના અબ્દાલા અને સોબરાના વેક્સીનોનુ સગીરો પર ક્લીનિકલ ટ્રાયલ પૂરુ કરી ચૂક્યુ છે. ત્યારબાદ શુક્રવારે ક્યૂબાએ બાળકો માટે પોતાના રસીકરણ અભિયાનની શરૂઆત કરી જેની શરૂઆત ૧૨ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના બાળકોથી થઈ.
પરંતુ સોમવારે અહીંના સેન્ટ્રલ પ્રાંતના સિએનફ્યુગોસમાં ૨-૧૧ વય જૂથના બાળકોનુ રસીકરણ કરી દેવામાં આવ્યુ.
ઉલ્લેખનીય છે કે દુનિયાના ઘણા અન્ય દેશો ૧૨ વર્ષની ઉંમરથી બાળકોનુ રસીકરણ કરી રહ્યા છે અને અમુક નાના બાળકોમાં પરીક્ષણ કરી રહ્યા છે.
ચીન, સંયુક્ત આરબ અમીરાત અને વેનેઝુએલા જેવા દેશોએ ઘોષણા કરી છે કે તે નાના બાળકોનુ રસીકરણ કરવાની યોજના બનાવી રહ્યા છે પરંતુ ક્યૂબા આવુ કરનારો પહેલો દેશ છે. વળી, ચિલીએ સોમવારે છથી ૧૨ વર્ષના બાળકો માટે ચીની સિનોવેક રસીને મંજૂરી આપી દીધી છે.HS