નવ વર્ષના લગ્ન જીવન બાદ શિખર્-આયશા છૂટા પડ્યા
નવી દિલ્હી, ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને આયશા મુખર્જીના છૂટાછેડાના સમાચારોએ હલચલ મચાવી દીધી છે. અહેવાલોનું માનીએ તો આ કપલ લગભગ ૯ વર્ષ બાદ અલગ થઈ ચૂક્યું છે.
જાેકે, છૂટાછેડાના અહેવાલો પર શિખર ધવન તરફથી કોઈ નિવેદન નથી આવ્યું, પરંતુ આયશા મુખર્જી નામથી ઇન્ટાન ગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટે ઘણું બધું વ્યક્ત કરી દીધું છે. કોઈએ પણ નહીં વિચાર્યું હોય કે ફેસબુકના માધ્યમથી શરૂ થયેલી પ્રેમ કહાણીના ખતમ થવાના સમાચાર ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મળશે. આ કપલે વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૧૪માં દીકરા જાેરાવરનો જન્મ થયો હતો.
બંને પોતાની જિંદગીમાં જેટલા સિમ્પલ જાેવા મળતા હતા, એટલી જ રસપ્રદ બંનેની લવ સ્ટોરી હતી. ફેસબુક પર એક પંજાબી યુવકનો ફોટો જાેતાં જ બંગાળી યુવતી દિલ આપી બેઠી. ત્યારબાદ શિખર ધવને કોઈ વાતની ચિંતા ન કરી અને પોતાનાથી ૧૦ વર્ષ મોટી અને બે સંતાનોની માતા આયશા મુખર્જીને પોતાની હમસફર બનાવી દીધી. મૂળે, આયશાનો પરિવાર ઓસ્રેા લિયામાં રહે છે.
તેના પિતા બંગાળી અને માતા બ્રિટિશ છે. પ્રોફેશનલી કિક બોક્સર આયશાના ધવન સાથે બીજા લગ્ન હતા. બંનેની મુલાકાત ફેસબુકના માધ્યમથી થઈ હતી. મૂળે, એક દિવસ ધવન અને હરભજન સિંહ સાથે બેઠા હતા અને આ દરમિયાન હરભજનના એકાઉન્ટ પર ધવને આયશાનો ફોટો જાેયો. ત્યારબાદ તેણે આયશાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી.
સમય જતાં બંને દોસ્ત બની ગયા અને પછી વાતચીતનો દોર શરુ થયા બાદ એક બીજાના પ્રેમમાં પડી ગયા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને આયશા મુખર્જીને પ્રપોઝ કર્યું. કહેવામાં આવે છે કે શરૂઆતમાં ધવનનો પરિવાર આ સંબંધ માટે તૈયાર નહોતો. તેની પાછળના કારણો આયશા-શિખરની ઉંમરમાં મોટો તફાવત, છૂટાછેડા અને બે સંતાનોની માતા હોવાના હતા.
જાેકે, ધવને પોતાના પરિવારને આ સંબંધ માટે સમજાવી દીધા અને વર્ષ ૨૦૧૨માં બંનેએ લગ્ન કરી દીધા. ધવને આયશાની સાથે તેની બંને દીકરીઓ રિયા અને આલિયાહને પણ પોતાનું નામ આપ્યું. તેઓ અનેકવાર પોતાની બંને દીકરીઓની સાથે વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરતા હતા.SSS