દિલ્હીમાં સાર્વજનિક સ્થળોએ ગણેશ ચતુર્થી ઉજવવાની મનાઈ

નવીદિલ્હી, કોરોના મહામારીનુ જાેખમ હજુ પણ દેશમાં યથાવત છે અને આના કારણે ઘણા રાજ્યોમાં ગણેશ ચતુર્થીના ઉત્સવના આયોજનનની અનુમતિ આપવામાં આવી નથી. હવે દિલ્લીમાં પણ ગણેશ ચતુર્થીના તહેવાર પર કોઈ પણ પ્રકારના આયોજનને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યુ છે. દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી તરફથી આ બાબતે એક એડવાઈઝરી જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે ગણેશ ચતુર્થીએ સાર્વજનિક સ્થળોએ દેશની રાજધાનીમાં ઉજવણી કરવાની મનાઈ છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તે પોતાના ઘરમાં જ ગણેશ ચતુર્થીનો પર્વ મનાવે.
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે ગણેશ ચતુર્થીને આ મહિને જ મનાવવામાં આવશે પરંતુ વર્તમાન સ્થિતિને જાેતા લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે કે ગણેશ ચતુર્થીઓ સાર્વજનિક સ્થળોએ ઉજવણી કરવાની અનુમતિ નહિ હોય. લોકોને સૂચન છે કે તે પોતાના ઘરમાં જ પર્વ જ મનાવે. સાથે જ તમામ મોટા અધિકારીઓને એ નિર્દેશનુ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે.
ડીડીએમએ તરફથી જે રિલીઝ જાહેર કરવામાં આવી છે કે તેમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્લીમાં કોરોના સંક્રમણને વધવાથી રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ૩૦ ઓગસ્ટે જાહેર કરેલ ગાઈડલાઈનમાં દિલ્લીમાં કોઈ પણ પ્રકારના રાજકીય, રમત, ધાર્મિક વગેરેના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ લોકોને ધાર્મિક સ્થળે જવાની અનુમતિ આપવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે દિલ્લીમાં મંગળવારે કોરોનાથી એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે. આ મહિને દિલ્લીમાં કોરોનાથી આ પહેલુ મોત છે. અત્યાર સુધી આ મહિને દિલ્લીમાં કોરોનાના માત્ર ૫૦ કેસ સામે આવ્યા છે. અહીં સંક્રમણનો દર ૦.૦૭ ટકા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૦ દર્દીઓને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. સોમવારે કુલ ૬૯૯૩૨ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.HS