ઐતિહાસિક ર્નિણયઃ NDA કોર્સમાં મહિલાઓ શામિલ થશે

નવીદિલ્હી, કેન્દ્ર સરકાર નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ) અને નેવલ એકેડમીમાં મહિલા કેડેટના પ્રવેશ માટે રસ્તો સાફ કરવા માટે નીતિ અને પ્રક્રિયા નક્કી કરી રહી છે. સરકારે નક્કી કર્યું છે કે આ બંને સંસ્થાઓમાં મહિલા કેડેટ્સને પ્રવેશ મળશે, પરંતુ કઈ પ્રક્રિયા હેઠળ તેમને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન એએસજી એશ્વર્યા ભાટીએ કોર્ટને ઉત્સાહિત અંદાજમાં જણાવ્યું હતું કે મારી પાસે એક સારા સમાચાર છે કે સંરક્ષણ દળોના વડાઓ અને સરકારે પરસ્પર બેઠકમાં નક્કી કર્યું છે કે હવે મહિલાઓને એનડીએ અને નેવલ એકેડમીમાં તાલીમ લીધા બાદ સ્થાઈ કમીશન અધિકારીઓના રૂપમાં નિમફૂંક કરવામાં આવશે. ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશની ખંડપીઠે જણાવ્યું હતું કે સરકાર અને સંરક્ષણ વડાઓએ આ ર્નિણય જાતે લીધો છે તે ખૂબ જ સારું અને સરહાનીય છે.
આ અંગે બેન્ચે કહ્યું કે અમે અધિકારીઓને પગલાં લેવા કહ્યું હતું. કોર્ટે કહ્યું, “સશસ્ત્ર દળો દેશમાં એક આદરણીય શાખા છે, પરંતુ લિંગ સમાનતા માટે તેમણે હજુ વધુ કરવાની જરૂર છે. અમે સરકારે લીધેલા પગલાથી ખુશ છીએ. અમે આ મામલે આવતા અઠવાડિયે સુનાવણી કરીશું. સુધારા એક દિવસમાં ન થઈ શકે, આપણે પણ જાગૃત છીએ.
ગયા મહિને, સુપ્રીમ કોર્ટે ૫ સપ્ટેમ્બરે યોજાનારી એનડીએ પ્રવેશ પરીક્ષા માટે યોગ્ય એટલે કે લાયક મહિલાઓને હાજર રહેવાની મંજૂરી આપી હતી. આ સાથે, કોર્ટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ને આ આદેશ હેઠળ યોગ્ય નોટિફિકેશન બહાર પાડવા અને તેને યોગ્ય પ્રસિદ્ધિ આપવાનો નિર્દેશ પણ આપ્યો છે.HS