Western Times News

Gujarati News

જિયો-BPની ભારતમાં ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા બ્લ્યૂસ્માર્ટ સાથે ભાગીદારી

પેસેન્જર ઇલેક્ટ્રિક વ્હિકલ અને ફ્લિટ્સ માટે સમગ્ર ભારતમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા જિયો-બીપીએ બ્લ્યૂસ્માર્ટ સાથે કરાર કર્યા

મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બીપી વચ્ચેના ફ્યૂઅલ અને મોબિલિટીના સંયુક્ત સાહસ તરીકે જાણીતા જિયો-બીપીએ વિશાળ કક્ષાના ઇવી ચાર્જિંગ સ્ટેશન્સનું નેટવર્ક ઊભું કરવા માટે ભારતના પહેલા અને સૌથી મોટા ઓલ-ઇલેક્ટ્રિક-રાઇડ-હેઇડલિંગ પ્લેટફોર્મ બ્લ્યૂસ્માર્ટ સાથે ભાગીદારી કરવાની જાહેરાત કરી છે.

આ ભાગીદારી અંતર્ગત, જિયો-બીપી સમગ્ર દેશમાં પેસેન્જર ઇલેક્ટ્રિક વ્હિકલ અને ફ્લિટ્સ માટેના ચાર્જિંગ સ્ટેશન્સ ઊભા કરશે. “On World EV Day- Jio-bp partners with BluSmart to set up EV charging infrastructure in India”.

બ્લ્યૂસ્માર્ટ તેની ઇલેક્ટ્રિક ફ્લિટ થકી દિલ્હી નેશનલ કેપિટલ રિજન (એન.સી.આર.) માં ભરોસાપાત્ર, સાતત્યપૂર્ણ અને પ્રદૂષણ રહિત ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગની સેવાઓ પૂરી પાડે છે. ઇલેક્ટ્રિક વ્હિકલની સૌથી વિશાળ ફ્લિટનું સંચાલન કરતા બ્લ્યૂસ્માર્ટનો ભારતના અન્ય મોટા શહેરોમાં પણ પોતાનું નેટવર્ક વિસ્તારવાનો હેતુ છે.

આ ભાગીદારી થકી બંને કંપનીઓ બ્લ્યૂસ્માર્ટ જ્યાં ઓપરેટ કરે છે તેવા પસંદગીના સ્થળો પર ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગની માળખાગત સુવિધાઓના આયોજન, વિકાસ અને સંચાલનમાં સહભાગિતા સાધશે. નેશનલ કેપિટલ રિજનમાં પ્રથમ તબક્કાના પ્રારંભ સાથે આ ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન એક સમયે એક સાથે 30 વ્હિકલને ચાર્જિંગ માટે સમાવી શકશે અને શહેરી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

જિયો-બીપીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી હરિશ સી. મહેતાએ આ સહભાગિતા અંગે ટિપ્પણી જણાવ્યું હતું કે, “દેશમાં ઇલેક્ટ્રિક વ્હિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં જિયો-બીપી સૌથી આગળ રહેશે. યુકેના સૌથી મોટા ઇવી ચાર્જિંગ નેટવર્ક તરીકે બીપી પલ્સના જોડાણનો અહીં આપણને લાભ મળશે.

જર્મનીમાં પણ તેમની એરલ બ્રાન્ડ છે. આમ જિયો-બીપી તેમના ગ્રાહકો માટે અત્યાધુનિક ઇવી ટેક્નોલોજી લાવવા માગે છે. RILના ન્યૂ એનર્જી વિઝન સાથે સુસંગત અમારી એડવાન્સ મોબિલિટીની ટીમો ભારતીયોના વાહનવ્યવહાર માટેની સ્વચ્છ અને સ્માર્ટર પદ્ધતિઓનું સર્જન કરવા માટે સતત પ્રયત્નશીલ છે. નવા જમાનાની ન્યુનતમ કાર્બન ઉત્સર્જન કરનારી, સ્વચ્છ અને વધુ સારી રીતે પોસાય તેવી માળખાગત સુવિધા આપવાના માર્ગમાં બ્લ્યૂસ્માર્ટ સાથે અમારી ભાગીદારી મહત્વનું સીમાચિન્હ બની રહ્યું છે.”

બ્લ્યૂસ્માર્ટના સહસ્થાપક શ્રી અનમોલ જગ્ગીએ જણાવ્યું હતું કે, “બ્લ્યૂસ્માર્ટ વિશાળ કદના ઇલેક્ટ્રિક ફ્લિટ્સને ઊર્જા પૂરી પાડવા માટેના ઇવી ચાર્જિંગ સુપરહબ્સનું સંચાલન કરે છે. ભારત માટે વિશ્વકક્ષાના ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યૂશન્સ પૂરા પાડવાની અમારી ક્ષમતાને જિયો-બીપી સાથેની સહભાગિતા અનુમોદન આપે છે.

જિયો-બીપી સાથે ભાગીદારી કરતાં અમે ખૂબ જ ઉત્તેજિત છીએ અને આ વ્યુહાત્મક સહભાગિતાને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે અમે પ્રતિબદ્ધિત છીએ. ઈવી સુપરહબ્સ ઇવી ચાર્જિંગના ક્ષેત્રનું ભવિષ્ય છે કારણ કે ગ્રાહકોને અને રાઇડ-હેઇલિંગ ફ્લિટ્સને તેમનું વાહન ઝડપથી ચાર્જ કરવાની સરળતા ઊભી કરી આપે છે અને અમે સાથે મળીને વિશ્વના સૌથી મોટા ચાર્જિંગ સુપરહબ્સ ઊભા કરીશું.”

એક સંકલિત ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર તરીકે જિયો-બીપી તમામ શ્રેણીના વાહનો માટે અલગ અલગ પ્રકારના ચાર્જિંગ સ્ટેશન વિકસાવવા માટે વિશ્વના અગ્રણી OEMs, ટેક્નોલોજી અને પ્લેટફોર્મ પ્લેયર્સ સાથે ભાગદારી કરી રહ્યું છે.

ઇલેક્ટ્રિફિકેશન ક્ષેત્રે બીપીના વિશ્વસ્તરના અનુભવને જિયો-બીપી આપણે ત્યાં લાવશે અને ભારતના બજારમાં ગ્રાહકોને અનોખો અનુભવ મળી રહે તે મુજબનું અમલીકરણ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.