સાન્સેરા એન્જિનીયરિંગનો IPO 14 સપ્ટેમ્બર, 2021ના રોજ ખુલશે
સાન્સેરા એન્જિનીયરિંગ લિમિટેડના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ પ્રાઇસ બેન્ડ રૂ. 734થી રૂ. 744 નક્કી થઈ છે
એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં લાયકાત ધરાવતા કર્મચારીઓના બિડિંગમાં ઇક્વિટી શેરદીઠ રૂ. 36નું ડિસ્કાઉન્ટ ઓફર થશે
મુંબઈ, ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ સેક્ટર્સમાં જટિલ અને મહત્વપૂર્ણ સચોટ એન્જિનીયર્ડ ઘટકોની એન્જિનીયરિંગ-સંચાલિત ઇન્ટિગ્રેટેડ ઉત્પાદક સાન્સેરા એન્જિનીયરિંગ લિમિટેડ (“કંપની”)નો આઇપીઓ (“ઓફર”) 14 સપ્ટેમ્બર, 2021ના રોજ ખુલશે.
ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ. 734થી રૂ. 744 નક્કી થઈ છે. એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં બિડ કરનાર લાયકાત ધરાવતા કર્મચારીઓને ઇક્વિટી શેરદીઠ રૂ. 36નું ડિસ્કાઉન્ટ મળશે. બિડ્સ લઘુતમ 20 ઇક્વિટી શેર અને પછી 20 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.
ઓફરમાં સાન્સેરા એન્જિનીયરિંગ લિમિટેડના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા 17,244,328 ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”) સામેલ છે, જેમાં વિક્રેતા શેરધારકો (નીચે પરિભાષિત કર્યા મુજબ) દ્વારા 17,244,328 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે, જેમાં ક્લાયન્ટ એબેને લિમિટેડ (“સીઇએલ”) દ્વારા 8,635,408 ઇક્વિટી શેર, સીવીસીઆઈજીપી 2 એમ્પ્લોયી એબેને લિમટેડ (સીઇએલ સાથે સંયુક્તપણે, “રોકાણકાર વિક્રેતા શેરધારકો”) દ્વાર 4,836,723 ઇક્વિટી શેર, સુબ્રમોનિયા શેખર વાસન દ્વારા 2,058,069 ઇક્વિટી શેર, ઉન્ની રાજગોપાલ કોઠેનાથ દ્વારા 571,376 ઇક્વિટી શેર, ફતહેરાજ સિંધવી* દ્વારા 571,376 ઇક્વિટી શેર અને દેવપ્પા દેવરાજ દ્વારા 571,376 ઇક્વિટી શેર (સંયુક્તપણે “પ્રમોટર વિક્રેતા શેરધારકો” અને રોકાણકાર વિક્રેતા શેરધારકો સાથે, “વિક્રેતા શેરધારકો”) સામેલ છે. ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ દ્વારા ખરીદી માટે રૂ. 90 મિલિયન સુધીનું કુલ રિઝર્વેશન સામેલ છે (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”). એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન સિવાયની ઓફરનો અહીં હવે પછી ઉલ્લેખ “નેટ ઓફર” તરીકે થયો છે.
આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રુલ્સ, 1957માં થયેલા સુધારા (“એસસીઆરઆર”) સાથે નિયમ 19(2)(બી)ને સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને તથા સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ કરવામાં આવી છે,
જેમાં નેટ ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“ક્યુઆઇબી”) (“ક્યુઆઇબી પોર્શન”)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શરત એ છે કે, સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ, કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ વિવેકાધિન રીતે એન્કર રોકાણકારોને ફાળવણી શકે છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન,
અથવા નોન-એલોકેશનના કેસમાં બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમતે કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. ઉપરાંત ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને જ ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે
અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડમાંથી કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ કરવા માટે બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇપીને સપ્રમાણ ફાળવણી માટે બાકીના ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
ઉપરાંત સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ, ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને અને મહત્તમ 35 ટકા હિસ્સો આરઆઇબીને ફાળવવા માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત (રિટેલ ડિસ્કાઉન્ટનું નેટ, જો કોઈ હોય તો) પર માન્ય બિડ મળવાને આધિન છે.
વળી એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન અંતર્ગત લાયકાત ધરાવતા કર્મચારીઓને સપ્રમાણ આધારે ઇક્વિટી શેરની ફાળવણી થશે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફરજિયાત એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“એએસબીએ”) પ્રક્રિયાનો ઉપયોગ કરવો જરૂરી છે,
જે માટે તેમના સંબંધિત બેંક ખાતાઓ (પીઆઇ વ્યવસ્થાનો ઉપયોગ કરતા આરઆઇબીના કેસમાં યુપીઆઇ આઇડી સહિત)ની વિગત આપવી પડશે, જેમાં બિડની સંબંધિત રકમ એસસીબી કે સ્પોન્સર બેંક, જે લાગુ પડે તે, દ્વારા બ્લોક થશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા મારફતે ઓફરમાં સહભાગી થવાની છૂટ નથી. વધારે જાણકારી મેળવવા કંપનીએ 6 સપ્ટેમ્બર, 2021ના રોજ ફાઇલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ”)ના પેજ 344 પર “ઓફર પ્રોસીજર” જુઓ.
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ (સંયુકતપણે “બીઆરએલએમ”).
ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે.
* ફતહેરાજ સિંધવી લલિતારાજ સિંધવી દ્વારા 61,221 ઇક્વિટી શેર,પ્રવીણ સિંધવી દ્વાર 62,031 ઇક્વિટી શેર, લતા સિંધવી દ્વારા 62,031 ઇક્વિટી શેર સુધી, જયરાજ સિંધવી દ્વાર 62,031 ઇક્વિટી શેર, તારા સિંધવી દ્વારા 62,031 ઇક્વિટી શેર અને ઇન્દિરા સિંધવી દ્વારા 62,031 ઇક્વિટી શેર (સંયુક્તપણે “સિંધવી ફેમિલી શેરધારકો”)ના વેચાણ માટેની ઓફર માટે વિશ્વાસમાં કામ કરે છે. વધારે જાણકારી મેળવવા માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પેજ 54 અને 68 પર અનુક્રમે “ધ ઓફર” અને “મૂડી માળખું” જુઓ.
અહીં પરિભાષિત ન કરેલા મૂડીકૃત શબ્દોનો અર્થ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં આ પ્રકારના શબ્દોના આપેલા અર્થ ધરાવે છે.