કાબુલ છોડશો નહિં તો ફરીથી એકવાર ૧૯૯૦ જેવી સ્થિતિ સર્જાતી: અશરફ ગની

નવીદિલ્હી, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે કાબુલ છોડવું તેમના માટે સૌથી મુશ્કેલ ર્નિણય હતો.અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડવાને લઈને પોતાની વાત રાખી છે. તેઓએ ટિ્વટ કરીને નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે તેઓ સુરક્ષાબળના કહ્યા બાદ જ કાબુલ છોડીને ગયા હતા.
તેઓએ કહ્યું કે જાે તેઓ કાબુલ ન છોડતા તો ફરીથી એકવાર ૧૯૯૦ જેવી સ્થિતિ સર્જાતી. ગનીએ કહ્યું કે તેમના માટે કાબુલ છોડવું સૌથી મુશ્કેલ ર્નિણય હતો. પણ તેમનું માનવું છે કે લાખો લોકોને બચાવવા માટે આ એકમાત્ર રીત હતી. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે તેઓ ૨૦ વર્ષથી વધારે સમયથી અફઘાનિસ્તાનના લોકતંત્ર માટે કામ કરી રહ્યા હતા. તેઓ ક્યારેય કાબુલ છોડવા ઈચ્છતા ન હતા. આ સમયે તેમના અફઘાનિસ્તાનના છોડવાનો ર્નિણય યોગ્ય ન હતો.
અશરફ ગનીના અનુસાર તેમને નિરાધાર આરોપોનો જવાબ આપવાનો છે. તેમની પર આરોપ લગાવાયા છે કે તે કાબુલથી નીકળતી સમયે સામાન્ય લોકોના રૂપિયા લઈ ગયા. આ આરોપો સદંતર ખોટા છે. એક રાષ્ટ્રપતિના રીતે ભ્રષ્ટાચાર સામે લડવું તેમનો મુખ્ય હેતુ રહ્યો છે.
તેઓએ તેમની અને તેમની પત્નીની તમામ સંપત્તિને સાર્વજનિક જાહેર કરી છે. તે પોતાના નિવેદનને માટે યૂનાઈટેડ નેશન્સ કે કોઈ અન્ય સ્વતંત્ર નિકાયના આઘારે અધિકારિક ઓડિટ કે તપાસનું સ્વાગત કરે છે.
ગનીનું કહેવું છે કે તેમને વિશ્વાસ છે કે એક લોકતાંત્રિક અફઘાનિસ્તાન એકમાત્ર રસ્તો છે. આ દેશને આગળ વધવાનો રસ્તો છે. તેઓએ કહ્યું કે છેલ્લા ૪૦ વર્ષોથી લડી રહેલા અફઘાન સેનિકો અને તેમના પરિવારના બલિદાનને પ્રતિ સમ્માન પ્રકટ કરે છે. તેમે અફસોસ છે કે તેમનો અધ્યાય ત્રાસદીમાં ખતમ થયો. ગનીનું કહેવું છે કે તેઓ અફઘાનિસ્તાનના લોકોની માફી માંગે છે.. તે તેનાથી સારી રીતે ખતમ કરી શકવા સક્ષમ ન હતા.HS